મનોરંજન

Ranveer Singh-Deepika Padukone કરી દીકરીની મૂંહ દિખાઈ? Viral થયા ફોટો…

બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પદૂકોણ અને રણવીર સિંહે રવિવારે જ પ્રાઉડ પેરેન્ટ્સ બન્યા છે અને હવે સોશિયલ મીડિયા પર બંનેના ન્યુ બેબી સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. જ્યારથી કપલે નવા મહેમાનના આગમનની જાહેરાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી છે ત્યારથી ફેન્સ તેમના પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કપલનો નવજાત શિશુ સાથેનો ફોટો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે રણવીર અને દીપિકાની દીકરી છે. જોકે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો જાણી શકાયું નથી, પણ આ ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : પ્રેગનન્ટ હીરોઈનો કે મમ્મીઓની હવે બોલીવૂડને સૂગ રહી નથી, ઉલટાનો મમ્મીઓ પણ કરી રહી છે બિઝનેસ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટાની સાથે સાથે ફેન્સ બાળકી માટે અલગ અલગ નામ પણ સજેસ્ટ કરી રહ્યા છે. આ વાઈરલ ફોટોની સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે દીપિકા અને રણવીરનો આ વાઈરલ થઈ રહેલાં ફોટા જૂના છે.

થોડાક મહિનાઓ પહેલાં રણવીર અને દીપિકા એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા એ સમયે તેમની મુલાકાત એક ક્યુટ નાનકડી બાળકી સાથે થઈ હતી. આ નાનકડી બાળકી સાથે બંને જણ હસતા રમતા જોવા મળ્યા હતા. દીપિકાના ખોળામાં આ બાળકી એકદમ ખુશ જોવા મળી રહી હતી તો રણવીર પણ બાળકી પર પ્રેમ વરસાવતો જોવામળ્યો હતો. એ સમયે જ ફેન્સે એવી આગાહી કરી દીધી હતી કે રણવીર અને દીપિકા બંને જણ ખૂબ જ સારા પેરેન્ટ્સ બનશે.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ- રણવીર સિંહના ઘરે ગુંજી કિલકારી, જાણો દીકરો છે કે દીકરી…

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દીપિકા અને રણવીરે જોઈન્ટ પોસ્ટ કરીને તેઓ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે એવી જાહેરાત કરી હતી.એ જ દિવસથી ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ દીપિકા પ્રભાસ સાથે ફિલ્મ કલ્કીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે બિગ બી પણ જોવા મળ્યા હતા, જે 2024ની સૌથી સુપરહિટ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આ સિવાય દીપિકા ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…