રણવીર અને દીપિકાની દુઆ થઈ એક વર્ષની, સેલિબ્રેશનના ફોટા થયા વાયરલ

મુંબઈ: બોલીવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરી દુઆએ 8 સપ્ટેમ્બરે પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે દીપિકાએ એક પ્રાઈવેટ પાર્ટીના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. દુઆના એક વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં દીપિકા અને રણવીરે એક વર્ષની તમામ યાદો સોશીયલ મીડિયા પર શેર કરી હતી. આ ઉજવણીની ખાસ વાત એ હતી કે દીપિકાએ પોતે દુઆ માટે કેક બનાવી હતી.

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર દુઆના જન્મદિવસની ઉજવણીની એક તસવીર શેર કરી, જેમાં ચોકલેટ કેક જોવા મળી હતી. આ કેક દીપિકાએ પોતે બનાવી હતી, જેના વિશે તેણે કેપ્શનમાં લખ્યું, “મારો લવ લેંગ્વેજ? મારી દીકરીના પહેલા જન્મદિવસ માટે કેક બનાવવી!” આ પોસ્ટ પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો. એક ચાહકે આ ફોટોને ખુબ પ્રેમાળ ગણાવીને દુઆને જન્મદિવસની વધામણી આપી હતી. જ્યારે અન્ય એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું કે એક વર્ષે કેવી રીત પૂર્ણ થઈ ગયું?

ગયા વર્ષે દિવાળીના અવસરે દીપિકા અને રણવીરે તેમની દીકરીનું નામ અને પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે એક સંયુક્ત પોસ્ટમાં લખ્યું, “દુઆ પાદુકોણ સિંહ.” આ તસવીરમાં દુઆના નાનકડા પગ લાલ એથનિક ડ્રેસમાં જોવા મળ્યા હતા. બંનેએ નામનો અર્થ પણ સમજાવ્યો, “દુઆ એટલે પ્રાર્થના, કારણ કે તે અમારી પ્રાર્થનાનો જવાબ છે.”
23 ડિસેમ્બર, 2024ના રોજ દીપિકા અને રણવીરે તેમના નિવાસસ્થાને એક નાનકડી મીટ-એન્ડ-ગ્રીટ ઈવેન્ટનું આયોજન કર્યું, જ્યાં તેમણે પહેલીવાર પાપારાઝીને દુઆનો પરિચય કરાવ્યો હતો. વ્યવસાયિક રીતે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા વર્ષે ‘સિંઘમ અગેન’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા, જે એક મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. દીપિકા અને રણવીરની જોડીએ આ ફિલ્મમાં પણ ચાહકોનું દિલ જીત્યું હતું. હાલમાં બંને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
આપણ વાંચો: અમિતાભ, અનિલ અને જેકી બાદ બોલીવૂડની આ દંપતી બની ડીપ ફેકનો શિકાર, દિલ્હી હાઈકોર્ટ ખખડાવ્યો દરવાજો