એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે હૉટ સિન્સ આપવા એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા તૈયાર થશે?

બોલીવૂડની ઘણી એવી જોડીઓ છે જેમને સાથે ફિલ્મ કરતા કરતા પ્રેમ થઈ જાય અને ઘણીવાર ફિલ્મ પૂરી થાય એટલે પ્રેમ પણ પૂરો થાય. આવું જ એક કપલ રણબીર કપૂર અને દીપિકા પદુકોણ છે. એક સમયે બન્ને પ્રેમમાં હતા અને લગ્ન કરવાની લગભગ તૈયારીમાં હતા, પરંતુ બન્ને વચ્ચે બ્રેક અપ થયો અને બન્ને પોત-પોતાના રસ્તે ચાલ્યા ગયા. હાલમાં બન્ને પરણી ગયા અને દીકરીના મા-બાપ પણ થઈ ગયા છે. રણબીર કપૂરે આલિયા ભટ્ટ અને દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા, પણ હવે રણબીર અને દીપિકા ફરી એક સાથે જોવા મળે તેવી સંભાવના છે.
આ અઘરું કામ શકય કરશે ફિલ્મનિર્દેશક સંજય લીલા ભણસાલી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વૉરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ છે ત્યારે હવે દીપિકા પદુકોણ પણ જોડાય તેવી સંભાવના છે. દીપિકાને આ ફિલ્મમાં 40 મિનિટ માટેના કેમિયો રોલની ઓફર કરવામાં આવી છે.

જો અભિનેત્રી આ ફિલ્મ સાઈન કરશે તો તેને રણબીર કપૂરની ઓપોઝીટ કામ કરવાનું રહેશે. માત્ર એટલું નહીં પણ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ બન્ને વચ્ચ હૉટ સિન્સ પણ હોઈ શકે છે. રણબીર અને વિકી કૌશલ આ ફિલ્મમાં આર્મી ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે અને એકબીજાની વિરુ્દ્ધ છે જ્યારે આલિયા સાથે લવ ટ્રાયેંગલ હોવાની સંભાવના છે. હવે દીપિકાના આવવાથી ચોથો કયો એંગલ સંજય લીલા ભણસાલી આપે છે તે ખબર નથી.
આ પણ વાંચો: હવે મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જોઈ લો વાઈરલ તસવીરો…
ફિલ્મ આવતા વર્ષે 2026માં રિલિઝ થશે. દીપિકાએ ફિલ્મ હજુ સાઈન કરી નથી, પણ જો સાઈન કરશે તો તેમની રીલ લાઈફની સાથે રીયલ લાઈફમાં કોઈ તોફાન ન આવે તો સારું.