દિપીકા પાદુકોણ બનશે ‘લેડી સિંઘમ’, રોહિત શેટ્ટીએ કરી જાહેરાત
મુંબઈ: રોહિત શેટ્ટીની ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘સિંઘમ’માં બૉલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના રોલમાં જોવા મળશે એવી ચર્ચા અનેક સમયથી શરૂ હતું. જોકે હવે દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના રોલમાં જોવા મળવાની છે એવી જાહેરાત રોહિત શેટ્ટીએ કરી દીધી છે. રોહિત શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિપીકા પાદુકોણની પોલીસ યુનિફોર્મમાં તસવીર શેર કરી છે.
રોહિત શેટ્ટીએ તેના ઇનસ્ટાગ્રામ પર દિપીકા પાદુકોણની પોલીસ યુનિફોર્મમાં તસવીર શેર કરી હતી. આ તસવીરમાં દિપીકા ‘સિંઘમ’નો પોઝ કરતી જોવા મળી રહી છે. આ સાથે દિપીકાની રોહિત શેટ્ટી સાથે ફિલ્મની શૂટિંગ કરવાની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. એક અહેવાલમાં લેડી સિંઘમમાં રોલમાં દિપીકાનું નામ ‘શક્તિ શેટ્ટી’ હશે, એવું કહેવામાં આવી રહ્યું છે.
દિપીકા પાદુકોણનો લેડી સિંઘમ અવતાર શેર કરીને રોહિત શેટ્ટીએ ‘મારી હીરો…રીલમાં પણ અને રિયલમાં પણ લેડી સિંઘમ’, એવું કેપ્શન આપ્યું હતું. દિપીકાના લેડી સિંઘમ અવતારને જોઈને લોકો તેના પર ઓવરી ગયા છે અને તેના લૂકના પણ વખાણ કરી રહ્યા છે.
રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સની ‘સિંઘમ’ એક પ્રખ્યાત ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. ‘સિંઘમ’ના અત્યાર સુધી બે ભાગ આવ્યા છે અને બંનેએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેમ જ રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સમાં ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોનો પણ સમાવેશ છે. જેથી દિપીકા તેના લેડી સિંઘમમાં રોલમાં શું નવો કમાલ બતાવશે, એ બાબત પર દરેકનું ધ્યાન છે.