મૉમ ટુ બી દીપિકા નવમે મહિને જોવા મળી તો ફેન્સ થઈ ગયા રાજી, સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે નવા મહેમાનની
અભિનેત્રી દીપિકા પદુકોણ અને અભિનેતા રણવીર સિંહ પોતાના પહેલા સંતાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. કપલે ફેબ્રઆુરી મહિનામા જ્યારે ફેન્સને ખુશખબર આપ્યા ત્યારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં તેઓ માતા-પિતા બનવાના છે. ઑગસ્ટ પૂરો થવા આવ્યો અને હવે સપ્ટેમ્બર આવશે ત્યારે દીપિકાને લગભગ નવમો મહિનો ચાલે છે. દીપિકા બેબી બમ્પ સાથે અગાઉ પણ જોવા મળી છે ત્યારે ફરી પાછી જોવા મળતા ફેન્સ ખુશ થઈ ગયા હતા.
દીપિકા પોતાના ઘરની બહાર કારમાં બેસવા જતી હતી ત્યારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે હેવી બેબી બમ્પ સાથે જોવા મળી છે. અભિનેત્રી એથનિક વેરમાં વ્હાઈટ દુપટ્ટા સાથે દેખાઈ હતી. ટાઈટ સિક્યોરીટી સાથે તે પોતાની કારમા બેસવા જઈ રહી છે.
આ પણ વાંચો : અરે બાપરે…રણવીરની હાજરીમાં દીપિકાને કિસ કરવાની હિંમત કોણે કરી?
દીપિકા અને રણવીરના લગ્ન 2018માં થયા હતા અને ગયા ફેબ્રુઆરી મહિનામાં કપલે સોશિયલ મીડિયા દ્વારા દીપિકા પ્રેગનન્ટ હોવાના ખબર આપ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કપલ દિવાળી પર રોહીત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં સાથે જોવા મળશે. રણવીર બીજા પ્રોજેકટ પર પણ કામ કરી રહ્યો છે. દીપિકા થોડ સમય પહેલા કલ્કિ 2898 ADમાં દેખાઈ હતી. છેલ્લી બે ફિલ્મ જવાન અને કલ્કિમાં તે માના રોલમાં જ દેખાઈ હતી અને આ બન્ને ફિલ્મો ફેન્સને ગમી છે. હવે દીપિકા રિયલ લાઈફમાં મા બનવાની છે ત્યારે ફેન્સ પણ તેમના ઘરે પારણું બંધાઈ તેની રાહ જોઈ રહ્યા છે.