મનોરંજન

સો.મીડિયા પર ભયંકર ટ્રોલિંગ બાદ દિપીકાનો નવો વીડિયો આવ્યો સામે

રણવીર સિંહે કરી આ કમેન્ટ

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહનો કોફી વિથ કરણ સીઝન-8નો એપિસોડ પ્રસારિત થયા પછી બંને સોશિયલ મીડિયા પર મોટાપાયે ટ્રોલ થયા હતા, એટલે સુધી કે બંનેની રિલેશનશીપ અને લગ્ન પણ સવાલોના ઘેરામાં આવી ગયા હતા. જો કે હવે એવું લાગી રહ્યું છે જાણે એ એક આખો પબ્લિસીટી સ્ટંટ હતો અને આ દંપતિ લોકોની ટીકાઓને અવગણીને પોતાની દુનિયામાં પહેલાની જેમ મોજ કરી રહ્યું છે.

દિપીકાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વાયરલ ટ્રેન્ડને ફોલો કરતી રીલ બનાવી હતી જેના પર રણવીરે જે જવાબ આપ્યો છે તેણે ટ્રોલર્સના મોં બંધ કરાવી દીધા છે. દિપીકાએ ‘જસ્ટ લુકિંગ લાઇક અ વાવ!’ ના ટ્રેન્ડમાં સામેલ થવા એક રીલ શેર કરી હતી જેના પર રણવીરે કમેન્ટમાં લખ્યું હતું કે ‘હાહાહાહા.. ડેડ!’ કરણ જોહર અને સિદ્ધાર્થ આનંદે પણ દિપીકાની આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

દિપીકા પાદુકોણે અને રણવીર સિંહે તેમના લગ્નના ઘણા ફોટો અને વીડિયો કોફી વિથ કરણની હાલની સીઝનમાં શેર કર્યા હતા. આ એપિસોડમાં તેમણે બંનેની પહેલી મુલાકાતથી માંડીને ડેટિંગ, લગ્ન, સંબંધો, કમિટમેન્ટ જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. દિપીકાએ કરણના એક સવાલના જવાબમાં એવું નિવેદન આપ્યું હતું કે તે રણવીર સાથે સંબંધ ચાલુ હોવા છતાં તે અન્ય લોકોના સંપર્કમાં હતી, જો કે રણવીરે જ્યાં સુધી તેને પ્રપોઝ ન કર્યું ત્યાં સુધી તેણે કમિટમેન્ટ આપ્યું ન હતું તેવું તેણે પાછળથી જણાવ્યું હતું. એ પછી રણવીરે પણ દિપીકા સાથે થયેલી તેની પહેલી મુલાકાત અંગે જે વાત કહી હતી તે જ પ્રકારની વાત તેણે અનુષ્કા સાથેની પહેલી મુલાકાત અંગે કહી હતી, તેવું કેટલાક ફેન્સ સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે. આમ બંનેના આવા નિવેદનને પગલે સોશિયલ મીડિયામાં ઘણો હોબાળો થયો હતો કારણકે બંને એક પ્રકારે બોલીવુડનું આદર્શ કપલ ગણાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button