માધુરી દિક્ષીતના પ્રેમમાં પાગલ દિપીકા પાદુકોણના પપ્પાએ કર્યું કંઇક એવું કે…..

બોલિવૂડ સુંદરી અને ધક ધક ગર્લ માધુરી દિક્ષીતનો એક જમાનો હતો. 90ના દાયકામાં બોલિવૂડ પર તેનું રાજ ચાલતું હતું. તેના અભિનય, ડાન્સ, એક્સપ્રેશન, ખુબસુરતીના લોકો દિવાના હતા. તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત હતી, પરંતુ જ્યારે માધુરીએ અચાનક પોતાના લગ્નની જાહેરાત કરી ત્યારે કરોડો ચાહકોના દિલ તૂટી ગયા હતા. દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ પણ તેમાંથી એક હતા.
દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ પૂર્વ બેડમિન્ટન ખેલાડી છે. એક ઇન્ટરવ્યુમાં દિપીકા પાદુકોણ સાથે માધુરી દિક્ષીત પણ હતી, ત્યારે દિપીકાએ જણાવ્યું હતું કે તેના પિતા પ્રકાશ પાદુકોણને માધુરી પર ક્રશ હતો. તેઓ હંમેશા એમના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. તેઓ એક પારિવારિક વ્યક્તિ છે, પરંતુ જ્યારે માધુરીએ અચાનક લગ્ન કરી લીધા ત્યારે પ્રકાસ પાદુકોણનું દિલ તૂટી ગયું હતું. તેમને ઘણો આઘાત લાગ્યો હતો. તેઓ ઘણા દુઃખી થઇ ગયા હતા અને કલાકો સુધી પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી દીધી હતી.
આ પણ વાંચો : અરે બાપરે…રણવીરની હાજરીમાં દીપિકાને કિસ કરવાની હિંમત કોણે કરી?
દિપીકાની વાત કરીએ તો તે હાલમાં તેની પ્રેગનેન્સીનો સમય માણી રહી છે. દીપિકા અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બંને હાલમાં અનંત અને રાધિકાના વેડિંગ સમારોહમાં જોવા મળ્યા હતા. દિપીકાએ લાલ રંગનો સૂટ પહેર્યો હતો. તેના ચહેરા પર પ્રેગનેન્સીનો ગ્લો સ્પષ્ટ જોવા મળતો હતો. રણવીરે અન્ય સેલિબ્રિટીઓ સાથે ઘણા ઠુમકા લગાવ્યા હતા. જોકે, પ્રેગનેન્સીને કારણે દિપીકા ઠુમકા લગાવવાથી દૂર રહી હતી. માધુરી દિક્ષીત નેને પણ તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે આ લગ્ન સમારોહમાં આવી હતી અને તેણે પણ જોરદાર ડાન્સ કર્યો હતો.