Viral Video: નાનકડી દુઆ સાથે પહેલી વખત જોવા મળી Deepika Padukone?

બોલીવૂડના બાજીરાવ મસ્તાની, મોસ્ટ એડોરેબલ કપલ દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. હાલમાં જ બંનેની ફિલ્મ સિંઘમ અગેન રિલીઝ થઈ છે અને એની સાથે સાથે જ આ કપલે હાલમાં જ દીકરી દુઆને પણ જન્મ આપ્યો છે. દીપિકાએ બે મહિના પહેલાં બેબી ગર્લને જન્મ આપ્યો છે અને કપલે લાડકવાયી દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. હવે સોશિયલ મીડિયા પર દીપિકા પદુકોણનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે દીકરી દુઆ સાથે જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં દીપિકા પદુકોણ દીકરી દુઆ સાથે જોવા મળી રહી છે અને સાથે રણવીર સિંહ અને તેની મમ્મી પણ જોવા મળી રહી છે. દીપિકા મુંબઈના પ્રાઈવેટ એરપોર્ટ પર કલીના ખાતે સ્પોટ કરવામાં આવ્યા હતા. રણવીર સિંહ દીકરી દુઆ સાથે પિંક કોર્ડ સેટમાં ટ્વીનિંગ કરતો જોવા મળી રહ્યા છો. દુઆના જન્મ બાદ પહેલી જ વખત દીપિકા જાહેરમાં દેખાઈ હતી. આ વીડિયો પર જોઈને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે દીપિકા અને રણવીર ફેમિલી વેકેશન પર જઈ રહ્યા છે. ડિલીવરી બાદથી જ ફેન્સ દીપિકા અને બેબી ગર્લની એક ઝલક જોવા માટે આતુર હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશનલ ઈવેન્ટમાં પણ રણવીર સિંહ એકલો જ જોવા મળ્યો હતો અને દીપિકા પદુકોણ ઘરે જ દીકરી દુઆ સાથે સમય પસાર કરી રહી હતી. જ્યારથી દીકરી દુઆના જન્મ થયો છે ત્યારથી દીપિકા પદુકોણ સોશિયલ મીડિયા પર પેરેન્ટિંગ લઈને જાત-જાતની પોસ્ટ અને વીડિયો શેર કરતી રહી છે.
આ પણ વાંચો : સિમ્પલી સારાઃ પરિવાર સાથે સારા અલીએ દિવાળીનું કર્યું સેલિબ્રેશન, તસવીરો વાઈરલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષ દીપિકા પદુકોણ માટે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને માટે ખૂબ જ ખાસ રહ્યું છે. વર્ષની શરુઆતમાં દીપિકાની ફિલ્મ કલ્કી એડી 2898 રીલિઝ થઈ હતી, જે આ વર્ષની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ સિવાય દીપિકા બ્રહ્માસ્ત્ર ટુ-દેવ અને પઠાન ટુ જેવી ફિલ્મોમાં જોવા મળશે. અંડર પાઈપલાઈન પ્રોજેક્ટની વાત કરીએ ધ ઈન્ટર્ન જેવી ફિલ્મો પણ દીપિકાના હાથમાં છે.