મનોરંજન

બોલીવૂડની મસ્તાનીએ પેરિસમાં પણ પોતાના લૂકથી લોકોને કર્યા ઘાયલ, તમે પણ જોઈ લેશો તો…

બોલીવૂડની આઈકન અને ગ્લોબલ સેન્સેશન દીપિકા પદુકોણ હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. દીપિકા ભલે ફિલ્મોથી દૂર છે પણ તે અવારનવાર અલગ અલગ ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે.

હાલમાં જ દીપિકાએ પેરિસમાં યોજાઈ રહેલાં પેરિસ ફેશન વીકમાં લૂઈ વિટોનના શોમાં હાજરી આપી હતી અને ત્યાંથી તેના બ્યુટીફૂલ અને ગ્રેસફૂલ લૂકના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ દીપિકાના આ ફોટો જોઈને એકદમ ક્રેઝી થઈ ગયા હતા. ચાલો જોઈએ શું છે દીપિકાના લૂકની ખાસ વાત…

આપણ વાંચો: બૅડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનને દીપિકા પદુકોણે ફોન કરીને કહ્યું કે…

તમારી જાણકારી માટે દીપિકા પદુકોણ એ લૂઈ વિટોનની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેણે આ લક્ઝરી બ્રાન્ડના એક્સક્લ્યુઝિવ આઉટફિટમાં હાજર પ્રેક્ષકો અને ફેન્સ પર પોતાનો જાદુ ચલાવ્યો હતો. દીપિકા સ્ટનિંગ, ગ્રેસફૂલ લૂક જોઈને ફેન્સના દિલોની ધડકન એકદમ તેજ થઈ ગઈ હતી.

વાત કરીએ દીપિકા પદુકોણના લૂકની તો આ ખાસ ઈવેન્ટ માટે દીપિકા પદુકોણે એક બ્લેક એન્ડ સિલ્વર કલરનો સ્ટનિંગ આઉટફિટ પસંદ કર્યો હતો અને કહેવાની જરૂર નથી કે દીપિકા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઈવેન્ટના કેટલાક ફોટો શેર કર્યા હતા અને તે જોત જોતામાં વાઈરલ થઈ ગયા હતા.

દીપિકાના આઉટફિટની સાથે સાથે જ તેના મેકઅપ, હેરસ્ટાઈલ અને ઓવરઓલ પ્રેઝેન્સે લોકોનું ધ્યાન પોતાના પરથી હટવા જ નહોતું દીધું. દીપિકા માતા બન્યાના ગણતરીના મહિનાઓ બાદ જ જે કોન્ફિડન્સથી રેમ્પ પર વોક કર્યું હતું એ કરવા માટે ખૂબ જ હિંમતની જરૂર પડે છે. દીપિકાનું આ રેમ્પ વોક જોઈને એક વાત તો સમજાઈ જ ગઈ હતી કે દીપિકા એક સારી એક્ટ્રેસ જ નહીં પણ એક ટ્રેન્ડ સેટર પણ છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં દીપકાના આ ફોટો જોઈને ફેન્સ દીપિકાના આ લૂકના ભરપેટ વખાણ કરી રહ્યા છે. પેરિસ ફેશન વીકમાં પહોંચેલી દીપિકાના ફોટો એટલા વાઈરલ થવા લાગ્યા કે ઈન્સ્ટાગ્રામ અને એકસ પર #દીપિકાપાદુકોણ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. તમે પણ દીપિકાના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button