Dear guests: Anant-Radhikaએ મહેમાનોને આ કામ કરવાની કરી મનાઈ
જામનગરઃ તમને થશે કે માર્ક ઝૂકરબર્ગ, ઉદ્ધવ ઠાકરે, મહેન્દ્રસિંહ ધોની. શાહરૂખ, અમિતાભ બચ્ચન જેવા મહેમાનો જેમના મહેમાન હોય તેઓ વળી કયા કામની મનાઈ ફરમાવી શકે…? અને એ પણ અનંત અને રાધિકા? હા ભઈ મનાઈ કરી છે, પણ મનાઈ અપીલના ફોર્મમાં કરી છે અને એ વાતની કરી છે કે કોઈને ખરાબ નહીં લાગે.
વાત જાણે એમ છે કે અનંત અને રાધિકા Radhikaની પ્રી વેડિંગ સેરેમનીનો આજે બીજો દિવસ છે. જામનગરના મોટા ખાવડીમાં મહેમાનોની ફોજ ઉતરી છે.
અનંત અંબાણી Anant Ambani અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો આજે બીજો દિવસ છે. અહીં દેશની મોટી હસ્તીઓની સાથે-સાથે વિદેશી હસ્તીઓ પણ મહેમાન બની છે. રિહાન્ના, ઈવાંકાથી લઈને શાહરૂખ અને આમિર સુધીના મોટા બોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ, ક્રિકેટર્સ અને અન્ય મહેમાનો અહીં ત્રણ દિવસ માટે આવ્યા છે. આજે બીજા દિવસે વાઈલ્ડસાઈડ વોક એટલે કે અહીં બનાવેલા પ્રાણી સેવાલય વનતારાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અનંત અને રાધિકાએ તેમના મહેમાનોને ખાસ અપીલ કરી છે.
અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ Walk on the wildside માં મહેમાનો માટેનો ડ્રેસ કોડ જંગલ ફીવર છે. આ આઉટડોર એક્ટિવિટીનું આયોજન જામનગરમાં અંબાણીના એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં કરવામાં આવ્યું છે. આ માટે અનંત અને રાધિકાએ મહેમાનોને ખાસ અપીલ કરી છે. તેમણે મહેમાનોને અહીં પ્રાણીઓની તસવીરો કે વીડિયો ન લેવા જણાવ્યું છે. અનંત અને રાધિકાએ એક નોટ દ્વારા આ અપીલ કરી છે.
અનંત અને રાધિકાએ લખ્યું ચે કે અમે ખુશ છીએ કે તમે બધા અમારા માટે અહીં છો. અમે ઈચ્છીએ છીએ કે તમે અહીં દરેક ક્ષણનો આનંદ માણો. અમારા ફોટોગ્રાફરો સમગ્ર ઘટનાને કવર કરી રહ્યા છે. તે ઘણી બધી તસવીરો ખેંચી રહ્યા છે. ઇવેન્ટ પછી અમે ચોક્કસપણે આ ફોટા તમારી સાથે શેર કરીશું. આ સ્વીટ નોટ લખી અનંત અને રાધિકાએ તેમની સાઈન પણ કરી છે.
તેણે એમ પણ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓની તસવીરો અને વીડિયો ન લેવાનું સારું રહેશે. સુરક્ષાના કારણોસર, પ્રાણીઓના સ્થળો પર ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી લાગણીઓને સમજશો અને અમારો સાથ આપશો. અમે તમારી સાથે ખુશીની ક્ષણો પસાર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ સ્વીટ નોટ લખી અનંત અને રાધિકાએ તેમની સાઈન પણ કરી છે.