આ ફેમસ કલાકારના પુત્રના લગ્નમાં જોવા મળ્યા દયાબેન..

દેશભરમાં લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા દિલીપ જોશીના પુત્રના લગ્નમાં દયાબેન એટલે કે દિશા વાકાણી પણ તેની નાનકડી પુત્રી સાથે જોવા મળી હતી. આ વેડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઇ રહી છે.
દિલીપ જોશીના રિયલ લાઇફ પુત્ર રિત્વિકના સોમવારે લગ્ન યોજાયા હતા. આ વેડિંગ ફંક્શનમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કાસ્ટ પણ જોવા મળી હતી. શોમાં ‘દયાબેન’નું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. લાંબા સમયથી શોથી દૂર રહેલી અને જેની પાછા ફરવાની અટકળો સતત ચાલતી રહે છે એ દિશા વાકાણીને વેડિંગ ફંક્શનમાં જોયા બાદ ફેન્સ શોમાં તેમની વાપસી માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.
દિશા પિંક સૂટમાં જોવા મળી હતી. દિશા વાકાણીની ક્યૂટ દીકરી પણ તેની સાથે પોઝ આપતી જોવા મળી હતી. દિશા વાકાણી ઘણાં વર્ષોથી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી ગાયબ છે. આ શોમાં તે દિલીપ જોશીની પત્નીના રોલમાં જોવા મળી હતી. શોમાં દિલીપ અને દિશાના પુત્રનું નામ ‘ટપુ’ છે.
દિશા સિવાય ફંક્શનમાં હાલમાં કામ કરી રહેલા કલાકારો સુનૈના ફોજદાર, પલક સિધવાણી, અંબિકા રંજનકર પણ જોવા મળ્યા હતા.