
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વૉર્નરને વર્ષોથી ભારતનું ખૂબ વળગણ છે અને એનો વધુ એક પુરાવો તે આગામી થોડા દિવસમાં આપી દેશે, કારણકે તે તેલુગુ ભાષાની ફિલ્મ રૉબિનહૂડ’માં નાની ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મચાહકો થોડા જ દિવસમાં તેને ફિલ્મના પડદે જોઈ શકશે.

વૉર્નર વર્ષોથી ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમે છે એટલે દર વર્ષે તો ભારત આવ્યો જ છે, એ ઉપરાંત સમયાંતરે આંતરરાષ્ટ્રીય સિરીઝ કે ટૂર્નામેન્ટ માટે પણ ભારત આવી ચૂક્યો છે. એ તો ઠીક, પણ વૉર્નરે તેની ત્રણમાંથી એક પુત્રીનું નામ ઇન્ડિયા પરથી રાખ્યું છે. તેની વચલી દીકરીનું નામ ઇન્ડિ રે છે.
આ પણ વાંચો…પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા પર થઈ ઓળઘોળ, જાણો શું કર્યું?
વૉર્નર જે તેલુગુ ફિલ્મમાં નાની ભૂમિકા ભજવવાનો છે એ ફિલ્મ 28મી માર્ચે વિશ્વના અનેક થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા મૈત્રી મૂવી મૅકર્સ છે અને વેન્કી કુદુમુલા એના ડિરેકટર છે. નીતિન આ ફિલ્મનો હીરો અને શ્રી લીલા હિરોઇન છે. વૉર્નરેએક્સ’ પર જણાવ્યું છે કે `ભારતીય સિનેમા, હું આવી ગયો છું. રૉબિનહૂડ ફિલ્મમાં કામ કરવાની મને ખૂબ મજા આવી. એનું શૂટિંગ મેં ખૂબ એન્જૉય કર્યું.’