મનોરંજન

પહેલા હાથ પર સોજો આવ્યો અને …., આ રેર બીમારીએ લીધી ‘દંગલ ગર્લ’ની જાન

નવી દિલ્હીઃ ફિલ્મ ‘દંગલ’ની અભિનેત્રી સુહાની ભટનાગરે 19 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. સુહાની ડર્માટોમાયોસિટિસથી પીડિત હતી. બે મહિના પહેલા તેના સામેના હાથ પર સોજો આવ્યો હતો. ધીમે ધીમે તે આખા શરીરમાં આવવા લાગ્યો. જ્યારે સુહાનીને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવી ત્યારે તેને ઈન્ફેક્શન થઈ ગયું, ત્યારપછી ઈમ્યુનિટી નબળી હોવાને કારણે તેને ઈન્ફેક્શન થયું. દાખલ કર્યાના એક અઠવાડિયા પછી સુહાનીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

અભિનેત્રીના માતા-પિતાએ જણાવ્યું હતું કે 2 મહિના પહેલા એક્ટ્રેસના સામેના હાથમાં સોજો આવવા લાગ્યો હતો. જેને સામાન્ય માનવામાં આવ્યો, પરંતુ પછી તેના બીજા હાથમાં અને પછી આખા શરીરમાં સોજો વધી ગયો હતો. તેમણે ઘણા ડૉક્ટરોની સલાહ લીધી, પણ કોઇ રોગની ઓળખ કરી શક્યું નહોતું. આખરે તેને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમને જાણ થઇ કે સુહાની ડર્માટોમાયોસાઇટિસ નામની બિમારીથી પીડિત છે. જે ખૂબ જ દુર્લભ રોગની શ્રેણીમાં આવે છે. આ રોગની એકમાત્ર સારવાર સ્ટેરોઇડ્સ છે. ત્યારબાદ તેને સ્ટેરોઇડસ આપવામાં આવ્યા. આપવામાં આવ્યા, જેના કારણે તેના શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ પર અસર પડી અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે સુહાનીને હોસ્પિટલમાં ચેપ લાગ્યો અને તેના ફેફસામાં પાણી ભરાઇ ગયું. તેને શ્વાસ લેવા પણ મુશ્કેલ થઇ ગયો અને તેનું મૃત્યુ થયું.” 


સુહાની ભટનાગર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં ‘છોટી બબીતા’ના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સુહાની ફાતિમા સના શેખ સાથે સાક્ષી તંવર અને ઝાયરા વસીમ સાથે જોવા મળી હતી. સુહાનીને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી. આ પછી અભિનેત્રી ઘણી કોમર્શિયલ જાહેરાતોમાં પણ જોવા મળી. પછી ભણવા માટે તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે ફરીથી અભિનય ક્ષેત્રે આવવાનું વિચારી રહી હતી, પરંતુ તેનું સપનું અધુરું રહી ગયું.


સુહાનીની કો-સ્ટાર ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેને શ્રદ્ધાંજલિ આપી છે. ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે- હું આઘાતમાં છું અને મારી પાસે શબ્દો નથી કે હું મારી લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરું. સુહાની ભટનાગરના નિધનથી હું હચમચી ગઇ છું. આ સમાચાર મારા માટે ખૂબ જ આઘાતજનક છે. સુહાનીના પરિવાર જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમાં મારી સંવેદના છે.


ઝાયરાની સાથે આમિર ખાનના પ્રોડક્શન હાઉસે પણ સુહાનીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પોસ્ટમાં લખ્યું હતું કે – સુહાનીના જવાના સમાચાર સાંભળીને અમે આઘાતમાં છીએ. તેમની માતા પૂજાજી અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના. તે ખૂબ જ પ્રતિભાશાળી હતી અને ટીમની ખેલાડી પણ હતી. ‘દંગલ’ સુહાની વિના અધૂરી હતી. સુહાની, તું હંમેશા અમારા દિલમાં તારાની જેમ રહેશ. તમારા આત્માને શાંતિ મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker