દલજીત કૌર પહોંચી ગઇ કેન્યા, શું પતિની બેવફાઇ ભૂલશે?

ટીવી અભિનેત્રી દલજીત કૌર- નિખિલ પટેલ વચ્ચે લડાઇ ઝઘડા વચ્ચે હવે એક નવો ફણગો ફૂટ્યો છે. દલજીત કૌર કેન્યા પહોંચી ગઇ છે. દલજીતે ત્યાંથી ફોટો પણ શેર કર્યો છે.
દલજીત કૌરનું અંગત જીવન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ગયા વર્ષે માર્ચ 2023માં બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી તેના પુત્ર સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. જોકે, લગ્ન કર્યાના 10 મહિના પછી જાન્યુઆરી 2024માં તેનો તેના પતિ સાથે ખટરાગ ઊભો થયો હતો, જેને કારણે તે ભારત પરત આવી ગઇ હતી. દલજીતે સોશિયલ મીડિયા પર તેના પતિ સાથેના અણબનાવની માહિતી આપી હતી. તેણે નીખીલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો અને તેની સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. દલજીતે આરોપ લગાવ્યો છે કે તેના પતિનું SN નામની કોઇ મોડેલ સાથે અફેર ચાલે છે.
આ પણ વાંચો: 41 વર્ષીય આ એક્ટ્રેસ એક જ વર્ષમાં બીજા પતિને પણ આપશે Divorce?
જો કે, નિખિલ પટેલે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. બે-ત્રણ દિવસ પહેલા નિખિલે તેની બીજી પત્ની દલજીતને તેનો સામાન પરત લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. હવે દલજીત કૌર કેન્યા પહોંચી છે, તેથી તેના ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે અભિનેત્રી તેના લગ્નને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
દલજીત કૌરે 6 જૂને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેના હાથમાં મંગળસૂત્ર છે અને તેની આંગળીમાં સગાઈની વીંટી છે. તેમની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. પતિ નિખિલ પટેલને ધમકી આપ્યા બાદ તેણે આ પોસ્ટ શેર કરી છે.
આ પણ વાંચો: તો શું સલમાન ખાન બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ નહીં કરે?
હાલમાં દલજીત કેન્યામાં છે અને તેની ગર્લ્સ ગેંગ સાથે મઝા માણી રહી છે. હવે દલજીત પતિ સાથે પેચઅપ કરવા કેન્યા પહોંચી છે કે પછી પતિના ઘરેથી પોતાનો સામાન પાછો લેવા માટે કેન્યા ગઇ છે એની માહિતી મળી નથી.