ટોપ ન્યૂઝમનોરંજન

મિથુનદાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળશે

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મજગતના ખૂબ જ પ્રસિદ્ધ અને મંજાયેલા કલાકાર મિથુન ચક્રવર્તી (ચક્રબોર્તી)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાઝવામાં આવશે. આજે કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી આપતા મિથુનના ફેન્સ અને ફિલ્મજગતના તેમના સાથીઓ આનંદની લાગણી વ્યકત્ કરી રહ્યા છે.

મિથુન ચક્રવર્તીએ લગભગ 50 વર્ષ ફિલ્મજગતને આપ્યા છે. ખૂબ જ સામાન્ય પરિવારમાં કોલકાત્તામાં જન્મેલા મિથુને 1976થી ફિલ્મજગતમાં પગ મૂક્યો અને અભિનેતા અને ડાન્સર તરીકે પોતાની અનોખી છાપ છોડી છે.

વૈષ્ણવે આનંદની લાગણી વ્યકત કરતા તેમના નામની ઘોષણા કરી હતી અને સાથે જણાવ્યું હતું કે આ એવોર્ડ તેમને 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમોનીમાં 8મી ઑક્ટોબરના રોજ આપવામાં આવશે.

મિથુને મૃગયા નામની ફિલ્મથી કરિયરની શરૂઆત કરી અને તેમાં ધનીયા નામના પાત્ર માટે તેણે નેશનલ એવોર્ડ પણ જીત્યો. ડિસ્કો ડાન્સર ફિલ્મથી તેણે ધમાકો કર્યો અને કરિયરમાં ઘણી સફળ ફિલ્મો આપી. આ સાથે રાજકારણમાં પણ સક્રિય બન્યા.

અગાઉ તેમને પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button