મનોરંજનસ્પોર્ટસ

હવે આ જાણીતો ક્રિકેટર ક્રિકેટ બાદ ગ્લેમરની દુનિયામાં અજમાવશે નસીબ…

ક્રિકેટ અને બોલીવૂડનો સાથ તો ચોલી દામનનો સાથ છે. આપણી સામે અનેક ક્રિકેટરોએ બોલીવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા હોય એવી હિસ્ટ્રી છે, પણ અત્યાર સુધી કોઈ ક્રિકેટરે એક્ટિંગમાં હાથ અજમાવ્યો હોય એવું સાંભળ્યું છે? આવું હકીકતમાં બન્યું છે. આ ક્રિકેટર ઈન્ડિયન નહીં પણ ઓસ્ટ્રેલિયન છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની બેટિંગથી બોલરોના હાજા ગગડી જતાં હતા. ડેવિડે ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈને આઈપીએલમાં પોતાની બેટિંગથી પોતાનો ડંકો વગાડ્યો છે અને હવે આ ડેવિડ એક્ટિંગની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યો છે, એવી માહિતી સામે આવી રહી છે.

જી હા, મળી રહેલી માહિતી પ્રમાણે ડેવિડ વોર્નર ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ હવે એક્ટિંગની દુનિયામાં પોતાનું નામ કમાવવા નીકળી પડ્યો છે. ડેવિડ ટૂંક સમયમાં જ સાઉથની ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મમાં ડેવિડ બોલીવૂડ સ્ટાર કાર્તિક આર્યનની હીરોઈન સાથે સ્ક્રીન શેર કરશે. જોકે, આ પહેલાં પણ ડેવિડ એસએસ રાજામૌલી સાથે એક એડ શૂટ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર દીકરીઓ સાથે મેદાનમાં ઊતર્યો, ચાહકો ભાવુક થઇ ગયા

અત્રે ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર તેલુગુ ફિલ્મ રોબિનહૂડમાં કામ કરશે. જોકે, હજી સુધી આ ફિલ્મમાં ડેવિડનો રોલ કેવો અને કેટલો હશે એ જાણી શકાયું નથી, પરંતુ આ ફિલ્મમાં ડેવિડ શ્રીલીલા સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. શ્રીલીલા ટૂંક સમયમાં જ કાર્તિક આર્યન સાથે ફિલ્મ આશિકી-3માં જોવા મળશે. ડેવિડ વોર્નર રોબિનહૂડમાં જોવા મળશે. આ ફિલ્મ આ જ મહિને 29મી માર્ચના રિલીઝ થશે.

ડેવિડ વોર્નરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ધાકડ ખેલાડી રહ્યો છે. દોઢ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડનારા ડેવિડ હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે અને ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ડેવિડ આ પહેલાં પણ ઓસ્કર વિનિંગ ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલીની સાથે એડ શૂટ કરી ચૂક્યા છે.

ડેવિડ ભારતથી ખૂબ જ પ્રભાવિત રહ્યો છે અને તે ભારતીય ગીતો પર રીલ બનાવતો રહે છે. ડેવિડનું ભારતીય ખેલાડીઓ સાથે પણ તગડુ કનેક્શન છે અને હવે જોવાની વાત એ છે કે ડેવિડ આ ફિલ્મમાં પોતાની કેવી અને કેટલી છાપ છોડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button