બૉક્સ ઓફિસ પર રજનીકાંતની આંધી! કુલી ફિલ્મે આટલા કરોડ કમાયા, 'વોર 2' પાછળ છૂટી...
મનોરંજન

બૉક્સ ઓફિસ પર રજનીકાંતની આંધી! કુલી ફિલ્મે આટલા કરોડ કમાયા, ‘વોર 2’ પાછળ છૂટી…

મુંબઈ: સ્વતંત્રતા દિવસના આગળના દિવસે સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મ રિલીઝ થઇ. દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતની ‘કુલી’ અને ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટાર ફિલ્મ ‘વોર 2’. વોર-2ને પછાડીને કુલીએ બોક્સ ઓફીસ પર બાજી મારી છે, માત્ર ત્રણ દિવસમાં કુલીનું વર્લ્ડ વાઈડ કલેક્શન રૂ.300 કરોડને પાર પહોંચ્યું છે, જેની સામે ‘વોર 2’નું કલેક્શન અપેક્ષા કરતા નબળું રહ્યું છે.

બૉક્સ ઓફિસ પર રજનીકાંતની આંધી:
કુલી આ વર્ષે વર્લ્ડ વાઈડ રૂ.300 કરોડની કમાણી કરનારી પ્રથમ તમિલ ફિલ્મ બની છે. કુલી ફિલ્મે રિલીઝના બે દિવસમાં ભારતમાંથી રૂ.119.75 કરોડની કમાણી કરી ચુકી હતી, ત્યાર બાદ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ભારતમાં રૂ.38.50 કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ સાથે જ ફિલ્મે ભારતમાં ત્રણ દિવસની કમાણી રૂ.158.25 કરોડની કામની કરી છે. ફિલ્મે વિદેશમાં પહેલા બે દિવસમાં $12 મિલિયનથી વધુ કમાણી કરી હતી અને ત્રીજો દિવસના પૂરો થયા એ પહેલા $15 મિલિયનની કામની કરી લીધી હતી. આમ કુલી વર્લ્ડ વાઈડ કમાણી ₹320 કરોડ થઇ છે.

કુલી માત્ર ઓપનીંગ વિકેન્ડમાં જ તાજેતરમાં રિલીઝ થયેલી કેટલીક મોટી બોલીવુડ હિટ ફિલ્મો જેમ કે સિતારે જમીન પર (₹263 કરોડ) અને હાઉસફુલ 5 (₹288 કરોડ) ફૂલ બોક્સ ઓફિસ કલેક્શનને વટાવી ગઈ છે.

કુલી ફિલ્મનું દિગ્દર્શન લોકેશ કનાગરાજે કર્યું છે, જેમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. સાથે નાગાર્જુન, શ્રુતિ હાસન, ઉપેન્દ્ર, સોબિન શાહીર અને સત્યરાજ જોવા મળે છે. ફિલ્મમાં આમિર ખાનનો સ્પેશિયલ અપિયરન્સ પણ છે.

વોર-2નું કલેક્શન:
ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ થઈ છે. અહેવાલ મુજબ રિલીઝના બીજા દિવસના અંત સુધીમાં વોર-2 એ ભારતમાં ₹109.35 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસની સાંજ સુધીમાં ફિલ્મ ફક્ત ₹33 કરોડ કમાણી કરી ચુકી હતી.

આમ ફિલ્મે ત્રણ દિવસમાં ફૂલ ₹142.35 કરોડની કમાણી કરી. જોકે ત્રીજા દિવસના અંત સુધીના આંકડા ઉમરવામાં આવ્યા બાદ જ આ આંકડો ₹150 કરોડને પાર પહોંચી શકે છે.

નરસિમ્હાની કમાણી 200 કરોડને પાર:
કુલી અને વોર 2 જેવી મોટી ફિલ્મો રિલીઝ થયા પછી પણ એનિમેશન માઈથોલોજીકલ ફિલ્મ મહાવતાર નરસિમ્હા સારી કમાણી કરી રહી છે, ફિલ્મનું કુલ કલેક્શન રૂ.200 કરોડને વટાવી ગયું છે. પરંતુ તેમ છતાં, મહાવતાર નરસિંહાએ 23મા દિવસે 6.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને 200 કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો.

આ પણ વાંચો…‘Coolie’ film review: રજનીકાંત સાથે ઉદયનિધિ સ્ટાલિને નિહાળી ફિલ્મ, શું આપી પ્રતિક્રિયા?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button