રજનીકાંતની કુલી એડવાન્સ બુકિંગના રેકોર્ડ તોડશે કે શું? વૉર-2 રિલિઝ પહેલા જ પછડાટ

અભિનેતા રજનીકાંતની ફિલ્મ કુલી આવી રહી છે. ફિલ્મ 14મી ઑગસ્ટે થિયેટરોમાં દસ્તક દેશે ત્યારે અપેક્ષા મુજબ જ સાઉથના સુપરહીરોની ફિલ્મનું જોરદાર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. રજનીકાંતનું નામ જ તેના ફેન્સ માટે થિયેટરો સુધી જવા માટે કાફી હોય છે, આથી ટિકિટો ધમધોકાર વેચાઈ રહી છે. કુલીની આ રિલિઝ પહેલાની કમાણી યશરાજ બેનર્સ માટે ચિંતાનો વિષય છે કારણ કે 14મી ઑગસ્ટે વૉર-2 પણ રિલિઝ થઈ રહી છે. રીતિક રોશન અને જૂનિયર એનટીઆરની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

રજનીકાંતની કુલીની વાત કરીએ તો Coolieની એક જ દિવસમાં 60,000 ટિકિટ વેચાઈ ગઈ છે, જેના દ્વારા રિલિઝ પહેલા જ ફિલ્મે રૂ. 18.35 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે War 2ની વાત કરીએ તો એડવાન્સ બુકિંગમાં રૂ. 4,24 કરોડની કમાણી ફિલ્મએ કરી છે. કુલીની પ્રતીક્ષા ભલે દક્ષિણના રાજ્યોમાં વધારે હોય, પરંતુ હિન્દી બેલ્ટમાં પણ રજનીકાંતના ફેન્સ ઘણા છે. આ ફિલ્મમાં આમિર ખાને પણ કેમિયો રોલ કર્યાની ચર્ચા છે. ટ્રેલર પણ વખાણાયું છે. બીજી બાજુ વૉરની સફળતા બાદ હવે વૉર-2ની પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર અને સ્ટારકાસ્ટ ઈન્ટરેસ્ટિંગ હોવાથી ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા નિર્માતાઓને છે.
બન્ને ફિલ્મોને રજાઓનો લાભ મળશે. ગુજરાતમાં સાતમ, આઠમના મેળામાં જનારાઓ મોટે ભાગે ગામડાના લોકો હોય છે જ્યારે શહેરોમાં રજાઓમાં ફિલ્મો જોનારાઓની સંખ્યા વધુ હોય છે ત્યારે આ બન્ને ફિલ્મોની એકબીજા વચ્ચે જબરી ટક્કર થશે તેમ લાગી રહ્યું છે.
આપણ વાંચો: રેડ કલરના આઉટફિટમાં એક્ટ્રેસનો સિઝલિંગ લૂક, ફેન્સ થયા ઘાયલ…