રજનીકાંત અને રીતિકને રવિવાર ન ફળ્યોઃ બોક્સ ઓફિસ કલેક્શન ડાઉન

રજનીકાંતની કુલી અને રીતિક રોશન-જૂનિયર એનટીઆરની વૉર-2એ એડવાન્સ બુકિંગથી જ તરખાટ મચાવ્યો હતો અને પહેલા દિવસે પણ સારી કમાણી કરી હતી. બન્ને ફિલ્મો બે દિવસમાં જ 100 કરોડના ક્બલમાં એન્ટર થઈ અને તે જોતા રવિવારે તો ફિલ્મ ઔર વધારે કમાણી કરશે તેમ માનવામા આવતું હતું, પરંતુ બન્ને ફિલ્મોને બોક્સ ઓફિસે નિરાશ કર્યા છે. બન્ને ફિલ્મો રવિવારે ખાસ કોઈ ધમાકો કરી શકી નથી. પહેલા દિવસે એટલે કે ગુરુવાર અને શુક્રવાર મળી 50 કરોડ કરતા વધારે કલેક્શન ફિલ્મએ કર્યું હતું.
અયાન મુખર્જી દિગ્દર્શિત વોર 2 અને લોકેશ કનાગરાજ દિગ્દર્શિત કૂલી 14 ઓગસ્ટ, ગુરુવારના રોજ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોએ રિલિઝના બીજા દિવસે સ્વતંત્રતા દિવસના અવસર પર 50 કરોડથી વધુનો વ્યવસાય કર્યો હતો. પરંતુ આ પછી, બંને ફિલ્મો શનિવાર અને રવિવારે દર્શકોને સિનેમાઘરમાં આકર્ષવામાં નિષ્ફળ ગઈ. બંને ફિલ્મોનું બજેટ 400-400 કરોડ રૂપિયાની નજીક છે. શનિ-રવિની કમાણીની જે આશા હતી તે અડધી અધૂરી રહી ગયા જેવા હાલ છે.

YRF સ્પાય યુનિવર્સની છટ્ઠી એડિશન વૉર-2 વૉર કરતા પણ પાછળ રહી ગઈ છે. 2019માં આવેલી વૉર સારી કમાણી કરી શકી હતી. જ્યારે હવે વોર 2 એ તેની રિલીઝના ચોથા દિવસે રવિવારે ₹31.30 કરોડની કમાણી કરી છે. આમાંથી હિન્દી વર્ઝનએ 26 કરોડ, તેલુગુએ 5.00 કરોડ અને તમિલે 30 લાખની કમાણી કરી છે. ચાર દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર વૉર 2 નું ડોમેસ્ટિક કુલ કલેક્શન 173.60 કરોડ રૂપિયા છે. એક દિવસ પહેલા શનિવારે વોર 2 એ 33.25 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પર કલેક્ટ કર્યા હતા.
તો રજનીકાંતની ફિલ્મના હાલ પણ ખાસ કોઈ વખાણવા લાયક નથી. Coolieએ ચાર દિવસમાં રૂ. 194 કરોડની કમાણી કરી છે. બન્ને ફિલ્મો શનિ-રવિમાં નથી કમાઈ તો વિક એન્ડમાં તો ખાસ કોઈ કમાણીની આશા નથી. આથી હવે આવતા શનિ-રવિમાં ફિલ્મની કમાણી કેટલી થાય છે તે જોવાનું છે.
આ પણ વાંચો…બે દિવસમાં સો કરોડના ક્લબમાં સામેલ થયા બાદ કુલી કરતા વૉર-2 આગળ નીકળી જશે?