દીપિકાએ રણવીરને બર્થ ડે વિશ ન પાઠવી? સોશિયલ મીડિયા પર ચાલ્યા અનેક તર્ક…

મુંબઈ: લોકપ્રિય બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાના 40માં જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મ દિવસ નિમિત્તે તેની આગામી ફિલ્મ ધુરંધરનું ફર્સ્ટ લૂક પ્રોમો રિલીઝ થયો હતો. રણવીર સિંહના ચાહકોમાં આ પ્રોમોને લઈ ઉત્સાહ જોવા મળ્યો. આ તમામ વચ્ચે રણવીરની પત્ની દીપિકા પાદુકોણ ચર્ચા આવી છે. દીપિકા ચૂપીએ ચાહકોના મનમાં પ્રશ્નો ઉભા કર્યા છે.

જન્મદિવસની ઉજવણી દરમિયાન ‘ધુરંધર’નું ટીઝર રિલીઝ થતાં ચાહકોમાં ખુશીનો માહોલ છવાયો. રણવીરના નવા લૂક અને એક્શનથી ભરપૂર અંદાજથી આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. જોકે, આ ખુશીના સમય વચ્ચે રણવીરના એક નિર્ણયે બધાનું ધ્યાન ખેંચ્યું. જન્મદિવસના એક દિવસ પહેલાં તેમણે ઇન્સ્ટાગ્રામ પરથી પોતાની બધી પોસ્ટ ડિલીટ કરી દીધી, જેના કારણે ચર્ચાઓ શરૂ થઈ. આ ઉપરાંત, તેમણે એક રહસ્યમય ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી, જેમાં ક્રોસ તલવાર અને 12:12નો સમય દર્શાવતા ફોટો લોકોની ઉત્સુકતા વધારી.

આ ઘટનાઓએ રણવીર અને દીપિકાના સંબંધને લઈ અટકળોને શરૂ થઈ છે. બંને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે, પરંતુ દીપિકાએ રણવીરના જન્મદિવસ કે ફિલ્મના ટીઝર અંગે કોઈ પોસ્ટ કે પ્રતિક્રિયા ન આપી. આ ચૂપીએ ચાહકોમાં સવાલો ઉભા કર્યા છે. શું બંને વચ્ચે કોઈ અણબનાવ છે?

આ બધા સવાલોના જવાબ માટે ચાહકો દીપિકા અને રણવીરની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલમાં આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. રણવીરના જન્મદિવસની ઉજવણી અને ફિલ્મનું ટીઝર ચર્ચામાં છે, પરંતુ દીપિકાના મૌનએ રહસ્ય ઊભા કર્યા છે.
આપણ વાંચો :બર્થ ડે ગિફ્ટઃ ધુરંધરનું ટીઝર આઉટ, રણવીરનો ફર્સ્ટ લૂકએ બાજીરાવની યાદ અપાવી