શ્રાપિત ઢીંગલીએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ! ધ કોન્જ્યુરિંગ સાથે એનાબેલનો ડર પાછો ફરશે...
મનોરંજન

શ્રાપિત ઢીંગલીએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ! ધ કોન્જ્યુરિંગ સાથે એનાબેલનો ડર પાછો ફરશે…

સોશિયલ મીડિયા પર અત્યારે Labubu dollsનો ક્રેઝ ચાલી રહ્યો છે. રિલ અને પોસ્ટમાં દર 5મી પોસ્ટ પછી Labubu dollsની પોસ્ટ આવી રહી છે. Labubu dolls માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ હોલિવુડ અને બોલિવુડના સ્ટાર્સમાં તેની પાછળ ઘેલા થયા છે. આ Labubu dollsની ખરીદીમાં ધરખમ વધારો થયો છે.પરંતુ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, આ ઢીંગળી શ્રાપિત ઢીંગલી છે. એકબાજુ વિશ્વ તેની પાછળ ઘેલું થયું છે ત્યા સામે તે શ્રાપિત હોવાની ચર્ચાઓ શરૂ થઈ રહી છે.

હોરર ડોલ શ્રાપિત હોવાની ચર્ચાઓ શરૂ
લાબુબુ ઢીંગલીની ચર્ચાઓ વચ્ચે રખ્યાત હોરર ડોલ એનાબેલ પણ હોટલના રૂમમાંથી ગાયબ થવાના સમાચારમાં છે. લોકોમાં તેનો જે ડર છે તેમાં ફરી વધારો થવાનો છે. કારણ કે, ટૂંક સમયમાં ધ કોન્જ્યુરિંગ ફ્રેન્ચાઇઝની છેલ્લી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મહત્વની અને ડરામણી વાત એ છે કે, ધ કોન્જ્યુરિંગની ફ્રેન્ચાઇઝીમાં એનાબેલ ઢીંગલીનું ખાસ કનેક્શન છે. જે લોકો આ ફિલ્મ જોવા માટે જવાના છે, તેમને જાણ થઈ જશે આ ઢીંગલીને લોકો શા માટે શ્રાપિત કહી રહ્યાં છે.

labubu doll

ધ કોન્જ્યુરિંગ ફિલ્મ ફરી લોકોમાં ડરનો માહોલ પેદા કરશે
ધ કોન્જ્યુરિંગ ફ્રેન્ચાઇઝનો આગામી ભાગ છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ આ ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ બનવા જઈ રહી છે. જે લોકોને વધારે ડરાવી શકે છે. આ ફિલ્મના કારણે અનેક લોકો હજી પણ ઢીંગલીથી ડરતા હોય છે. ધ કોન્જ્યુરિંગ યુનિવર્સમાં બનેલી મોટાભાગની ફિલ્મોમાં એનાબેલનો સમાવેશ થાય છે, રસપ્રદ વાત એ છે કે આ બધી ફિલ્મો સાચી ઘટનાઓથી પ્રેરિત છે.

શું આ ફિલ્મ ધ કોન્જ્યુરિંગ ફ્રેન્ચાઇઝ છેલ્લી ફિલ્મ હશે?
હવે ચર્ચાનો વિષય એ પણ છે કે,ધ કોન્જ્યુરિંગ ફ્રેન્ચાઇઝની આ ફિલ્મ ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ છેલ્લો ભાગ છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. લાબુબુ અને એનાબેલ જેવી ઢીંગલીઓ વિશે વાત કરીએ તો, તાજેતરમાં તેમની ડરામણી વાર્તાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં લોકો રસ લઈ રહ્યા છે. આ ઢીંગલી ડરામણી છે અને શ્રાપિત પણ છે તેવું લોકો કહી રહ્યાં છે. લાબુબુ ઢીંગલીથી પોપ માર્ટને 2025માં લગભગ 400 મિલિયન ડોલરની આવક થઈ છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button