મનોરંજન

કોલેજ ગર્લ રાતોરાત સ્ટાર બની ગઈ! મિસ ઇન્ડિયાનો ખિતાબ હારેલી એશ્વર્યા રાયનું 4 સેકન્ડની એડથી બદલાયું નસીબ

મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક ગણાય છે. જોકે, 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતતા પહેલાં, તેણીને ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં સુષ્મિતા સેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સૌને ખાતરી હતી કે સુપરમોડેલ ઐશ્વર્યા આ સ્પર્ધા જીતશે, પરંતુ નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું. જોકે, ઐશ્વર્યા રાયનું નસીબ એક એડની ચમક્યું હતું.

કાસ્ટિંગ સૌથી મુશ્કેલ હતું

પ્રખ્યાત જાહેરાત નિર્માતા પ્રહલાદ કક્કરે મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે 1993ની ઠંડા પીણાની સૌથી લોકપ્રિય બનેલી એડ વિશે ખુલાસો કર્યો હતો. આ એડમાં ઐશ્વર્યા રાયે કામ કર્યું હતું. જોકે, તે સમયે એશ્વર્યા રાય કોઈ મોટી સ્ટાર ન હતી. તે માત્ર કોલેજમાં અભ્યાસ કરી રહી હતી.

કોલ્ડ ડ્રિંકની આ એડ માટે એશ્વર્યા રાયની પસંદગી કેમ કરવામાં આવી? આ અંગે પ્રહલાદ કક્કરે જણાવ્યું હતું કે, “સૌથી મુશ્કેલ ભાગ કાસ્ટિંગનો હતો… અમને એવી છોકરી જોઈતી હતી જે ફક્ત ચાર સેકન્ડમાં લોકોને પ્રભાવિત કરી શકે, જેનાથી આખો દેશ કહે, ‘વાહ, આ છોકરી કોણ છે?’ જોકે, આ એડમાં આમિર ખાન, મહિમા ચૌધરી અને ઐશ્વર્યા રાયે સાથે કામ કર્યું હતું.

ઐશ્વર્યાની આંખોએ દેશવાસીઓને મોહિત કર્યા

પ્રહલાદે ઐશ્વર્યાની સુંદરતાનું વર્ણન કરતા કહ્યું: “મને તેની આંખો પણ ખૂબ ગમતી હતી, જાણે કે તેમાં આખું બ્રહ્માંડ સમાયેલું હોય. હું ત્યાં જ અટકી ગયો અને તેની આંખો તરફ જોતો રહ્યો.” ઐશ્વર્યાની આંખોનો આ જાદુ કોલ્ડ ડ્રિંક્સની એડમાં પણ જોવા મળ્યો. પેપ્સીની એડમાં ઐશ્વર્યાની આંખોનો જાદુ, તેની સુંદરતા અને સ્ક્રીન પરની હાજરીએ સમગ્ર દેશવાસીઓને મોહિત કર્યા. પ્રહલાદ કક્કરનું અનુમાન સાચું પડ્યું.

ઉલ્લેખનીય છે કે, પેપ્સીની આ જાહેરાત રિલીઝ થયા પછી પ્રહલાદ કક્કરને ઐશ્વર્યા રાય માટે 5,000 ફોન આવ્યા હતા. તે સમયની એક અવિશ્વસનીય કોલેજ ગર્લ રાતોરાત સ્ટાર બની ગઈ. આમ, મિસ ઇન્ડિયાનો તાજ ન જીતવા છતાં, આ જાહેરાતે ઐશ્વર્યાને તે ગ્લેમર જગતમાં પ્રવેશ અપાવ્યો, જેણે તેને પાછળથી ‘મિસ વર્લ્ડ’ અને સફળ બોલિવૂડ અભિનેત્રી બનાવી.

આપણ વાંચો:  મને તમારી આ ફિલ્મ પસંદ નહોતી: KBC 17માં દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનને મોંઢા પર સંભળાવી દીધું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button