જોલી એલએલબી 3ની આશાઓ પર પાણી ફર્યું! ધમાકેદાર શરૂઆત બાદ ધીમી પડી રફતાર

મુંબઈ: અક્ષય કુમાર અને અર્શદ વારસી અભિનીત જોલી એલએલબી3 જેને બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી હતી. આ ફિલ્મને છ દિવસ થઈ ચૂક્યા છે. પરંતુ છ પછી ફિલ્મના ક્લેક્શનની રફતાર ધીમી પડી રહી છે. આ ફિલ્મમાં કોર્ટરૂમ કોમેડી અને સામાજિક મુદ્દા વિશેની ચર્ચા દર્શાવવામાં આવી છે.
જોલી એલએલબી3માં બે જોલીની વાત કરવામાં આવી છે બંને જોલી અને જર્જ વચ્ચે થયેલા કોમેડી સીનન અને સમાજિક મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરના રોજ સિનેમા ઘરોમાં આવી હતી. પહેલા દિવસે સામાન્ય શરૂઆત સાથે ફિલ્મે 12.50 કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે વિકએન્ડ પર ફિલ્મ ધૂમ મચાવી હતી. ચોથા દિવસે 5.50 કરોડની કમાણી કરી, જે વીકએન્ડમાં મજબૂત દેખાઈ. પાંચમા દિવસે તે 6.50 કરોડ સુધી પહોંચી, પણ બુધવારે 4.25 કરોડ પર થોભી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મે 6 દિવસમાં ભારતમાં નેટ કલેક્શન 69.75 કરોડ કર્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ 101.50 કરોડની આસપાસ પહોંચ્યું છે. નવરાત્રિના તહેવારોને કારણે વીકડેમાં વધારો થયો, પણ વર્કિંગ ડેમાં ફિલ્મનો ક્રેઝ ઓછો જોવા મળ્યો.
વિદેશોમાં ફિલ્મે 25 કરોડની કમાણી કરી છે, જેના કારણે ફિલ્મનું કુલ કલેક્શન 105 કરોડની નજીક પહોંચી ગયું છે. આ ફિલ્મ રૂપિયા 120 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. જેના કારણે હાલ સુધી આ ફિલ્મ પ્રોફિટના પાળીને પાર કરી શકી નથી. જો આગામી સમયમાં આ ધીમે ધીમે આ ફિલ્મ બજેટના આંકડા સુધીનું કલેકશ કરી શકે તેવી આશા સેવાઈ રહી છે.
આપણ વાંચો: જાણો કોણ છે નરગીસ ફખરીના પતિ ટોની બેગ? આ કપલે ક્યારે અને ક્યાં લગ્ન કર્યા?