કાનમાં ઝૂમખાં, અને હોઠો પર મિલયન ડોલર સ્માઈલ, એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોશો તો…
ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન (Jasmine Bhasin) છેલ્લાં કેટલાય સમયથી ટીવી વધારે પંજાબી ફિલ્મોમાં જોવા મળી રહી છે. ટૂંક સમયમાં જ એક્ટ્રેસની પંજાબી ફિલ્મ અરદાસ સરબત દે ભલે દી થિયેટરમાં 13મી સપ્ટેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે.
આ સિવાય હાલમાં જ એક્ટ્રેસને લેન્સને કારણે આંખોમાં થયેલી સમસ્યાને કારણે પણ તે લાઈમલાઈટમાં આવી હતી અને હવે ફરી એક જાસ્મીન પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે લાઈમલાઈટમાં આવી છે.
આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં-
જાસ્મીને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે, જે ફોટો જોયા બાદ ફેન્સ તેના પરથી એક પણ ક્ષણ માટે નજર હટાવી શક્યા નહોતા. ગ્રીન કલરના સૂટમાં જાસ્મીન એકદમ સુંદર દેખાઈ રહી છે. આ આઉટફિટ્સમાં એક્ટ્રેલ એટલી સુંદર લાગી રહી છે કે નહીં પૂછો વાત…
34 વર્ષની જાસ્મીને ગ્રીન કલરનો પટિયાલા સૂટ પહેર્યો છે અને તે બાલકનીમાં એકથી એક ચઢિયાતા કિલર પોઝ આપી રહી છે. ફેન્સ તો એક્ટ્રેસની આ અદા જોઈને જ એકદમ ઘાયલ થઈ ગયા હતા. આ સુંદર આઉટફિટ સાથે ઓક્સિડન્ટની જ્વેલરી પહેરી છે, જેને કારણે તેના લૂકમાં ચાર ચાંદ લાગી રહ્યા છે.
આ પણ વાંચો: પંજાબી કુડીએ આ કારણસર ઈન્ટરનેટ પર લગાવી આગ
કાનમાં મોટા મોટા ઝૂમકા અને હાથમાં હેવી કડા પહેરેલી જાસ્મીન એકદમ સોણી કૂડી લાગી રહી છે. મેકઅપ અને મિલિયન ડોલર સ્માઈલ જોઈને તો જાસ્મીનના ફેન્સ ફ્લેટ થઈ ગયા છે.
એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં એક્ટ્રેસને લેન્સને કારણે આંખમાં ઈજા થઈ હતી. જોકે, ટ્રીટમેન્ટ બાદ હવે એક્ટ્રેસ સાજી થઈ ગઈ છે.
પરંતુ આ મુશ્કેલ સમયમાં એક્ટ્રેસના બોયફ્રેન્ડ અને એક્ટર અલી ગોનીએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને એક્ટ્રેસે તેના વખાણ કરતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરી હતી. અલી અને જાસ્મીન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ અને એડોરેબલ કપલમાંથી એક છે.