છાવાનો છવાયો જાદુઃ પુષ્પા 2 ને પછાડી બની નંબર 1…

મુંબઈઃ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના શાનદાર રહ્યા છે. ડિસેમ્બરમાં રજૂ થયેલી પુષ્યા 2 એ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. આ વર્ષની શરૂઆતમાં આવેલી ઘણી ફિલ્મોએ સારો વકરો કર્યો હતો. ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી વિકી કૌશલની છાવાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રશ્મિકા મંદાન અને વિકી કૌશલની ફિલ્મ વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો કારોબાર કરી ચુકી છે. તેનો આગામી ટાર્ગેટ 500 કરોડ છે. મહાશિવરાત્રી પર છાવાએ પુષ્પા-2ને પછાડી હતી.
Also read : મહાશિવરાત્રિ પર આ જાણીતી એક્ટ્રેસે કર્યું કંઈક એવું કે યુઝર્સે કહ્યું અસલ સનાતની…

છાવાએ 13મા દિવસે 21.45 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. મહાશિવરાત્રી પર ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો હતો. 11મા દિવસે 18 કરોડ અને 12મા દવિસે 18.5 કરોડનું કલેકશન થયું હતું. ફિલ્મે ભારતમાં તેની સાથે કુલ 385 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વિશ્વમાં અનેક દિવસો પહેલા આંકડો 400 કરોડને પાર થઈ ગયો હતો. હવે તેનો ટાર્ગેટ 500 કરોડને સ્પર્શવાનો છે.
આ ઉપરાંત 13મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોનું લિસ્ટ પણ જાહેર થયું છે. જેમાં છાવા નબંર 1 પર આવી ગઈ છે. 22 કરોડની કમાણી સાથે આ ફિલ્મે પુષ્પા 2 ને પાછળ છોડી દીધી છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મે 13મા દિવસે હિન્દીમાં 18.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ત્રીજો નંબર પ્રભાસની બાહુબલી 2 છે, જેણે 13મા દિવસે હિન્દીમાં 17.25 કરોડની કમાણી કરી હતી.
Also read : Mahakumbh: કેટરિના કૈફે પણ ત્રિવેણી સંગમ ખાતે કર્યું સ્નાન, તસવીરો વાઈરલ…

વિકી કૌશલની ફિલ્મ છાવા ટૂંક સમયમાં વિશ્વભરમાં 500 કરોડનો આંકડો પાર કરશે. જે રીતે ફિલ્મ સતત કમાણી કરી રહી છે, તે જોતાં આંકડો પણ દૂર નથી. ભારતીય નેટ કલેક્શન પણ ટૂંક સમયમાં 400 કરોડનો આંકડો પાર કરશે. જોકે, રશ્મિકા મંદાનાની કારકિર્દીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ એનિમલ છે, જેણે ભારતમાંથી 502.98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. છાવા આ રેકોર્ડ તોડવામાં સફળ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.