મનોરંજન

રિલીઝના પહેલા દિવસે ‘Chhaava’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; આટલા કરોડની કમાણી કરી…

મુંબઈ: વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ ગઈ કાલે 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચાહકો આ ફિલ્મ રિલીઝ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં, દરેકને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. હવે રિલીઝ બાદ ‘છાવા’ અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી છે. રિલીઝના પહેલા દિવસે જ આ ફિલ્મે જોરદાર કમાણી કરી (Chhaava Box Office Collection) છે.

Also read : Chhava Movie Review: દમદાર સ્ટોરી અને પરફોર્મન્સ, વિકી જ નહીં આ બે અભિનેતાની એક્ટિંગ પણ જોવા જેવી

અપેક્ષા કરતા વધુ કમાણી:
એડવાન્સ બુકિંગમાં ‘છાવા’ એ સારો એવો બિઝનેસ કર્યો હતો. એક અહેવાલ મુજબ, ‘છાવા’ એ રિલીઝના પહેલા દિવસે 31 કરોડનું કલેક્શન કર્યું છે. એડવાન્સ બુકિંગને ધ્યાનમાં રાખીને, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ પહેલા દિવસે 23 થી 25 કરોડ રૂપિયાની કમાણી કરશે. પરંતુ ‘છાવા’ 31કરોડ રૂપિયાની કમાણી કરીને આ વર્ષની પહેલી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.

વિક્કી કૌશલ એક સારો એક્ટર છે. પરંતુ તેની અગાઉનું ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી શકી નથી. આવી સ્થિતિમાં, ઓપનીંગને ધ્યાનમાં રાખતા ચર્ચા છે કે ‘છાવા’ સાથે વિકી પણ 500 કરોડના ક્લબમાં જોડાઈ શકે છે.

Also read : Aishwarya Rai-Bachchan માટે કોને બનાવવો છે તાજમહેલ? જાણીતા ડિરેક્ટરે કહ્યું, એ મારી…

સંભાજી મહારાજની વાર્તા:
‘છાવા’ એક હિસ્ટોરીકલ ડ્રામા ફિલ્મ છે, જેમાં છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા. ‘છાવા’માં વિક્કીનું પાત્ર છત્રપતિ સંભાજી મહારાજનું છે. રશ્મિકા મંદાના તેમની પત્ની મહારાણી યેસુબાઈની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button