મનોરંજન

ઓટીટી પ્લેટફોર્મની બોલ્ડ ક્વીન્સના અવતારને જોઈ લો

મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રીઓ અને મોડલે જેટલું નામ કમાવ્યું છે, તેમાં તેમના અભિનયની ચોક્કસ નોંધ લેવામાં આવી છે. આમ છતાં વેબ સિરીઝના જમાનામાં કલાકારોનો રાફડો ફાટયો છે, તેમાંય અભિનેત્રીઓને સસ્તામાં પબ્લિસિટી મળી જાય છે. અનુપ્રિયા ગોએન્કાથી લઈને શોભિતા ધુલિપાલાએ ઓટીટી પર ધમાલ મચાવી છે, જેમાં સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે. આ મોડલના ફોલોઅર્સની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે, કારણ આ બધી અભિનેત્રીઓ હંમેશાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

ઓટીટી પ્લેટફોર્મ ખાસ કરીને સૌથી એક્સેસેબલ અને ફુલ એન્ટરટેનિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવતા કન્ટેન્ટ પર કોઈ પણ પ્રકારની કાતર ચલાવાતી નથી, જેથી ગ્લેમર સાથે સેક્સને પણ બિંદાસ્ત રજૂ કરાય છે. અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા છે, જેમાં ક્રિમિનલ જસ્ટિસથી લઈને આશ્રમ જેવી વેબ સિરીઝમાં જોવા મળી હતી. વેબ સિરીઝમાં કામ કરવા સિવાય અનુપ્રિયા સોશિયલ મીડિયા પર પણ જોરદાર એક્ટિવ રહે છે, જ્યારે તેના દેશી લૂકને લઈને ખાસ ચર્ચામાં રહે છે.

શોભિતા ધુલિપાલાને ઓટીટી વર્લ્ડની ફેશન આઈકન માનવામાં આવે છે. તેની ફેશન સેન્સ પણ કમાલની છે. ફક્ત વેબ સિરીઝ કે ઓટીટી પ્લેટફોર્મ પૂરતી નહીં, પરંતુ રિલય લાઈફમાં એટલી મસ્ત છે.

સોશિયલ મીડિયા પર તેના ફોટોગ્રાફ એ વાતનું પ્રમાણ આપે છે કે તેના ફોલોઅર્સની સંખ્યા 5.1 મિલિયન છે.

આશ્રમ વેબ સિરીઝની અન્ય જાણીતી અભિનેત્રીમાં ત્રિઘા ચૌધરીનું નામ અચૂક લેવાય છે. ત્રિઘાની ફેશન સેન્સ અને ગ્લેમર અંદાજને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

ઈન્સ્ટાગ્રામ પર પણ તેના ત્રણ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમમાં જોવા મળી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર વિશેષ લોકપ્રિય છે.

ઓટીટી પ્લેટફોર્મ પર ચર્માં રહેનારી અભિનેત્રીઓની વાત કરીએ તો હર્ષિતા ગૌર સોશિયલ મીડિયા પર જોરદાર લોકપ્રિય રહે છે, જેમાં ક્યારેક ટ્રેડિશનલ ડ્રેસ હોય કે વેસ્ટર્ન લૂકના અવતારને જોઈને લોકો દંગ રહી જાય છે.

હર્ષિતા ગૌરની ઓળખ થઈ ના હોય તો અલી ફજલની જાણીતી વેબ સિરીઝ મિર્ઝાપુરમાં જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button