બેકલેસ ટોપ અને સ્કર્ટમાં Nikki Tamboliના કિલર લૂકને જોઈ લો!
બિગ બોસ ફેમ નિક્કી તંબોલી (Nikki Tamboli)ને સોશિયલ મીડિયા ક્વીન તરીકે ફેમસ બની રહી છે. અવારનવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર છવાઈ જતી હોય છે, જેમાં તાજેતરમાં નિક્કીએ બેકલેસ ટોપ અને શોર્ટ ટોપ પહેરીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે.
રોજ અવનવી પોસ્ટને લઈ ચર્ચામાં રહેનારી નિક્કી તંબોલીએ તાજેતરમાં ગ્લેમરસ ફોટો શૂટ કરાવ્યું હતું. આ તસવીરો પોસ્ટ કરવામાં આવ્યા પછી સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા હતા. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે બિગ બોસ 14 સિઝનથી જાણીતી બનેલી તંબોલી સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહે છે, જ્યારે બોલ્ડ અંદાજ પણ લોકોને વિશેષ પસંદ પડે છે. તાજેતરમાં નિક્કી તંબોલીએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં નિક્કી એકદમ બોલ્ડ એન્ડ બ્યુટિફુલ લાગે છે, જ્યારે એક કરતા અનેક પોઝ પણ આપ્યા છે.
નિક્કી તંબોલીએ બ્લેક કલરના બેકલેસ ટોપની સાથે મેચિંગ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. ખુલ્લા વાળ સાથે ન્યૂડ મેકઅપમાં જોવા મળતી નિક્કીની અદાઓને લોકોને વિશેષ પસંદ પડી છે.
ત્રણેક કલાક પહેલા ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા પછી લાખો લોકોએ તેને લાઈક કરી છે, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી હતી. નિક્કી તંબોલીને ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફેન એન્ડ ફોલોઅર્સ છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયન લોકો તેને ફોલો કરે છે.