મનોરંજન

અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા સામે આરોપ; આત્મહત્યા માટે ઉશ્કેરણી બદલ FIR દાખલ

બદાયું: બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનના જામાઈ નિખિલ નંદા પર ગંભીર આરોપ (Accusation Against Nikhil Nanda) લાગ્યા છે. નિખિલ નંદા પર આત્મહત્યા માટે દબાણ ઉભું કરવાના માટે FIR નોંધવામાં આવી છે. આ મામલો ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં એક ટ્રેક્ટર એજન્સી ડીલરની આત્મહત્યા સાથે સંબંધિત છે. નિખિલ નંદાના અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાના પતિ અને કપૂર પરિવારના સભ્ય છે, તેઓ એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

શું છે મામલો?
ઉત્તર પ્રદેશના બદાયુંના જ્ઞાનેન્દ્ર સિંહે ફરિયાદ નોંધાવી છે, તેમણે આરોપ લગાવ્યો છે કે દાતાગંજમાં ‘જય કિસાન ટ્રેડર્સ’ નામની ટ્રેક્ટર એજન્સી ચલાવતા તેમના ભાઈ જીતેન્દ્ર સિંહ પર કંપનીના પદાધિકારીઓ દ્વારા ટ્રેક્ટરનું વેચાણ વધારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ પદાધિકારીઓમાં એરિયા મેનેજર આશિષ બાલિયાન, સેલ્સ મેનેજર સુમિત રાઘવ, યુપી હેડ દિનેશ પંત, ફાઇનાન્સિયલ કલેક્શન ઓફિસર પંકજ ભાસ્કર, સેલ્સ લીડર નીરજ મહેરા, શાહજહાંપુરના ડીલર શિશાંત ગુપ્તા અને નિખિલ નંદાનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે આ આરોપીઓએ જીતેન્દ્રને ધમકી આપી હતી કે જો વેચાણમાં વધારો નહીં થાય તો તેમની એજન્સી બંધ કરી દેવામાં આવશે. આ દબાણને કારણે, જીતેન્દ્ર ડિપ્રેશન આવી ગયો અને 22 નવેમ્બર 2024 ના રોજ આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો…BAFTA Awards 2025: ભારતીય ફિલ્મને ના મળ્યો એક પણ એવોર્ડ, જાણો કઈ ફિલ્મો એ મારી બાજી

કોર્ટના હસ્તક્ષેપ બાદ ફરિયાદ નોંધાઈ:
અહેવાલ મુજબ મૃતકના પરિવારે પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બાદમાં, કોર્ટના હસ્તક્ષેપ બાદ, દાતાગંજ પોલીસ સ્ટેશનમાં નિખિલ નંદા સહિત તમામ આરોપીઓ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે.

નિખિલ નંદા, ભારતીય ઉદ્યોગમાં એક મોટું નામ છે. તેઓ રાજ કપૂરના પૌત્ર અને ઋષિ કપૂર, રણધીર કપૂર, રાજીવ કપૂરના ભત્રીજા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button