Chandu Championને ફળી ગયો વિક-એન્ડ, આટલાનું કલેક્શન

થોડી ધીમી શરૂઆત કર્યા બાદ કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયનએ (Chandu Champion)સારી કમાણી કરી છે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Karthik Aryan) આ દિવસોમાં ફિલ્મ ચંદુ ચેમ્પિયન દ્વારા પોતાના ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. મુરલીકાંત પેટકરના રોલમાં જોવા મળી રહેલા કાર્તિકને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અભિનેતાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
ચંદુ ચેમ્પિયને બોક્સ ઓફિસ (box office collection) પર શાનદાર કમાણી કરી છે. ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મ સારું કલેક્શન મેળવવામાં સફળ થઈ છે. ફિલ્મે રવિવારે સાંજે 6.25 વાગ્યા સુધી 6.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો આ જ ગતિ ચાલુ રહેશે તો રવિવારે ફિલ્મ બોક્સ ઓફિસ પર લગભગ 10 કરોડ રૂપિયાનું કલેક્શન કરી નાખશે તેવો અંદાજ છે.
કાર્તિક આર્યન અને કબીર ખાનની ફિલ્મ ચંદુ ચેમ્પિયનનો આજે થિયેટરોમાં ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસની કુલ કમાણીના આંકડા હજુ આવવાના બાકી છે.
આ પણ વાંચો : Kartik Aryan પાસેથી બોલીવૂડના ટૉપ સ્ટાર્સે શિખવા જેવું
કાર્તિક આર્યનની આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી પણ શનિવાર અને હવે રવિવારે ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળ્યો છે. ચંદુ ચેમ્પિયને પહેલા દિવસે 5.40 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે તેનું બોક્સ ઓફિસ કલેક્શન 7.70 કરોડ રૂપિયા હતું. ત્રીજા દિવસના કલેક્શન બાદ ત્રણ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 19.6 કરોડને પાર કરી ગયું છે.
આ ફિલ્મ મુરલીકાંત પેટકરની છે, જેણે ભારતનો પહેલો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1965ના યુદ્ધમાં મુરલીકાંતને આખા શરીરમાં 9 ગોળીઓ વાગી હતી. તે કોમામાં પણ રહ્યો હતો. કાર્તિક આર્યન તેની પીડા અને સંઘર્ષથી ભરેલી સફરને સ્ક્રીન પર લઈને આવ્યો છે.
આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. તેના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત રાજપાલ યાદવ, વિજય રાજ અને યશપાલ શર્માએ પણ કામ કર્યું છે.