‘ડોન’ ફિલ્મના દિગ્દર્શક ચંદ્રા બારોટનું નિધન: બોલીવુડમાં શોક, ફરહાન અખ્તરે પાઠવી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ બોલીવુડની ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. 1978માં અમિતાભ બચ્ચનની જાણીતી ફિલ્મ ‘ડોન’ના નિર્દેશક ચંદ્રા બારોટનું જૈફ વયે નિધન થયું. ચંદ્રા બારોટ પલ્મોનરી ફાઈબ્રોસીસની બીમારીથી પીડાતા હતા. લગભગ સાતેક વર્ષથી આ બીમારી સંબંધમાં સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર બાંદ્રા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી. તેમના નિધન અંગેની માહિતી ચંદ્રા બારોટનાં પત્ની દીપા બારોટે આપી હતી.

ફરહાને પોસ્ટ લખી
દરમિયાન બોલીવુડના જાણીતા અભિનેતા ફરહાન અખ્તરે પણ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ લખી હતી. ચંદ્રા બારોટે બોલીવુડની દુનિયા ‘ડોન’થી ઓળખે છે, જે ફિલ્મને 2006માં ફરી બનાવવામાં આવી હતી. ફરહાન અખ્તરે ઈન્સ્ટાગ્રામ પર પર તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે એ વાત જાણીને દુખ થયું છે કે ઓરિજિનલ ડોન ફિલ્મના ડાયરેક્ટર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના પરિવારને મારા તરફથી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.
ચંદ્રા બારોટ કોણ હતા?
ચંદ્રા બારોટ ડોન જેવી કલ્ટ અને ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કરવા સિવાય અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. જાણીતા અભિનેતા મનોજ કુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ સિવાય ‘યાદગાર’, ‘રોટી ઔર કપડા’ મકાન જેવી ફિલ્મોમાં તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું, જ્યારે હિન્દી સિવાય બંગાળી ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવ્યો હતો, પરંતુ તેમનું માનવું હતું કે દર્શકોને તો અમિતાભ બચ્ચનની ફક્ત ‘ડોન’ ફિલ્મ માટે યાદ રાખશે.
શરુઆતમાં આ ફિલ્મ ફ્લોપ રહી હોવાનું કહ્યું હતું, પણ પછી સફળ રહી હતી અને ફરી બનાવીને નવો વિક્રમ સર્જ્યો હતો. ‘ડોન’ પછી ‘બોસ’, ‘નીલ કો પકડના’, ‘ઈમ્પોસિબલ’ વગેરેનું નામ લેવાય છે, પરંતુ આ ફિલ્મો કાં તો અધૂરી રહી અથવા રિલીઝ થઈ નહોતી.
આપણ વાંચો: ખતરનાક કાર સ્ટંટ દરમિયાન જાણીતા સ્ટંટમેન એસ એમ રાજુનું નિધન; સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક
ફરી ‘ડોન’ બનાવી ત્યારે ખુશ
2006માં જ્યારે ફરહાન અખ્તર, ચંદ્રા બારોટે ડોન ફિલ્મ બનાવી ત્યારે તેમણે એના અંગે પ્રતિક્રિયા આપી હતી. એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાનની ડોન રિલીઝ થયા પૂર્વે ચંદ્રા બારોટે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમિતાભ બચ્ચન સાથે ડોન ફિલ્મ બનાવી ત્યારે મીડિયા એટેન્શન મળ્યું નહોતું, પરંતુ સમય બદલાતા એ ફિલ્મ કલ્ટ બની. ફરહાન અખ્તરે ફરી એ ફિલ્મ બનાવી ત્યારે ખુશી થઈ હતી અને તેમના કામની પ્રશંસા થઈ હોવાનો પણ અનુભવ થયો હતો.
1978માં ‘ડોન’ ફિલ્મ બની ત્યારે ફિલ્મમાં તેની એક્શન, ડાયલોગ્સને કારણે છવાઈ ગઈ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જીનત અમાન, પ્રાણ વગેરે કલાકારો હતા. આ ફિલ્મમાં જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડીએ સાથે લખી હતી. ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી.