
મુંબઈ: કોમેડિયન કપિલ શર્માનો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ ફરી શરૂ થયો ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં આ શોના ત્રીજા એપિસોડમાં ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર, ઋષભ પંત, અભિષેક શર્મા અને યુજવેન્દ્ર ચહલ ગેસ્ટ તરીકે આવ્યા હતા. ક્રિકેટરો સંગ કપિલ શર્માની વાતચીત દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ ચલહને કંઈક એવું કહ્યું કે ચહલ હસતા હસતા મોઢું છુપાવા લાગ્યો હતા.
શોમાં યુજવેન્દ્ર ચહલની બોલિંગની ચર્ચા ચાલી રહી હતી. સિદ્ધુએ મજાકમાં કહ્યું, જ્યાં બધા વિકેટ માટે ભાગી રહ્યા હતા , ત્યાં ચહલ 11મી ઓવરમાં બોલિંગ કરે છે. તે ત્યાં વિકેટ લે છે. જ્યાં બધા વિકેટ ના લઈ શક્યા, ત્યાં ચહલ ત્યાં ઉભો રહ્યો અને વિકેટ લીધી છે. પ્રશ્ન જ ઊભો થતો નથી કે તેણે ટીમ બદલવી જોઈએ. તે એક કે બે વાર ગર્લફ્રેન્ડ બદલે છે, એટલે કે ઘણા અફેર્સ નથી. આ સાંભળી ચહલ હસવા લાગ્યા.આ વાત પર કૃષ્ણા અભિષેકે કહ્યું, મેં તમારું ઇન્સ્ટાગ્રામ જોયું, તમે કોઈની સામે ડરતા નથી, તમે મારી સામે કેમ ડરો છો? ચહલે હસીને જવાબ આપ્યો, “આખો ઈન્ડિયા જાણી ગયો છે!” આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
આપણ વાંચો: ભારતે પહેલી વાર એક જ ટેસ્ટમાં બનાવ્યા 1,000 રન
ઉલ્લેખનીય છે કે, ચહલના 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન થયા હતા. જે બાદ 2022માં તેમના છૂટાછેડા થયા. ડાયવોર્સ બાદ ચહલ IPL દરમિયાન RJ મહવશ સાથે જોવા મળ્યા હતા. જે બાદ બંનેના અફેરની અટકળોએ જોર પકડ્યું હતું. આ ઈપીએલ સીઝનમાં મહવશ ચહલને સપોર્ટ કરતી જોવા મળી, જેના કારણે ચર્ચાઓ વધી. જોકે બંને તરફ મિત્રતા હોવાનું ખુલાસો કરવામાં આવ્યો છે.
આ એપિસોડમાં ચહલના સંબંધોની ખુલ્લેઆમ ચર્ચા થઈ, જે પહેલીવાર જોવા મળી. કૃષ્ણાએ પૂછ્યું, “આખો દેશ જાણવા માગે છે, શું ચાલે છે આજકાલ?” ચહલે મજાકમાં કહ્યું, “આખો ઈન્ડિયા જાણી ગયો છે!” આ વાતચીતે દર્શકોમાં ઉત્સુકતા જગાવી. આ વાત બાદ લોકો હવે અનુમાન લગાવે છે કે ચહલે પોતાના સંબંધને પરોક્ષ રીતે સ્વીકાર્યા છે.
આપણ વાંચો: Happy Birthday: સ્ટારબક્સના વેઈટરથી માંડી સુપરસ્ટાર સુધીની સફર ખેડી છે આ અભિનેતાએ