મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ પર સેન્સર બોર્ડની કાતર, જાણો શું છે કારણ?
મુંબઈ: અભિનેતા વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રિલીઝ થયાની પહેલા જ તેના બાબતે ચર્ચા શરૂ થઈ છે અને લોકો પણ ફિલ્મને જોવા માટે આતુર છે, પણ આ ફિલ્મના રિલીઝ દરેક તૈયારીઓ પૂર્ણ થતાં સેન્સર બોર્ડે ફિલ્મના અમુક સિન્સ પર કાતર ચલાવી ફિલ્મને U/A સેર્ટિફિકેટ આપ્યું છે.
વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુર સ્ટારરર ફિલ્મ ‘ફેમેલી સ્ટાર’માં કેટલાક અપશબ્દોનો ઉપયોગ કરવાને લીધે આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. એક અહેવાલ મુજબ સાઉથના અભિનેતા વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ને હૈદરાબાદમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યા બાદ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Oscar ના ઓફિશિયલ સોશિયલ હેંડલ પર ‘Mastani’ છવાઈ, દિપીકાની આ સિદ્ધિ પર પતિ રણવીરે કરી આ કમેન્ટ
આ સાથે સેન્સર બોર્ડના મેમ્બર્સને આ ફિલ્મના ડાયલોગ્સમાં અપશબ્દો પણ નહીં ગમતા તેને એડિટિંગ પ્રોસેસ દરમિયાન હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી હવે આ ફિલ્મને U/A સર્ટિફિકેટ મળતા તેની ફિલ્મની કમાણી પર શું અસર થશે એ બાબતે ચર્ચા થઈ રહી છે.
વિજય અને મૃણાલની આ ફિલ્મ અમેરિકા પર આધારિત છે. આ ફિલ્મના એક સીનમાં સૌથી વધુ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યા છે, જેને લીધે સેન્સર બોર્ડના અધિકારીઓએ ફિલ્મના મેકરને ફિલ્મમાંથી અમુક અપશબ્દોને હટાવીને ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Abhay Deol સક્સેસથી ડરીને દેશ છોડ્યો, હવે થાય છે પસ્તાવો, જાણો શું કહ્યું પોતાની ફેમ વિશે?
આ સાથે ફિલ્મમાં દારૂને પણ અનેક સીન સાથે પાંચ અપશબ્દને પણ ફિલ્મના ક્લાઇમેક્સથી હટાવવામાં આવ્યા છે, જેથી આ ફિલ્મ હવે 2.43 મિનિટના રનિંગ ટાઈમ સાથે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. ‘ફેમિલી સ્ટાર’ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેને લીધે આ ફિલ્મમાં અમુક સિન્સ પર સેન્સર બોર્ડની કાતર ચાલ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી છે.
આ ફિલ્મની વાર્તા એક મિડલ ક્લાસબોય ગોવર્ધનના જીવન પર આધારિત છે, જે પરિવાર માટે મહેનત કરે છે અને તે વચ્ચે ગોવર્ધન એક છોકરીના પ્રેમમાં પડ્યા બાદ ફિલ્મની વાર્તા આગળ વધે છે. ‘ફેમિલી સ્ટાર’ના ટ્રેલરને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો અને વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુર વચ્ચેની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ જ પસંદ પડી છે.