ટીવીના આ બધા સીતારાઓની છે પત્ની સંગ ‘પહેલી’ દિવાળી, જુઓ સેલિબ્રેશનની તસવીરો

મુંબઈઃ આજે ભારતમાં ઠેર ઠેર દિવાળીની ધૂમ મચી છે, જ્યાં દરેક વ્યક્તિ પ્રકાશ અને પ્રેમના આ તહેવારને આનંદથી ઉજવી રહ્યા છે. ટેલિવિઝન જગતના ઘણા એવા સિતારા છે, જે પોતાના પાર્ટનર સાથે આજે પહેલી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્યની દિવાળી

શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્યએ ગયા વર્ષે 4 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા, જે નાગાના બીજા લગ્ન હતા અને જોકે તેને આ લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા. આ કપલ હવે લગ્ન પછીની પહેલી દિવાળીની ઉજવણી કરશે. તેની જેમ આદર જૈન અને આલેખા અડવાણીએ પણ આ વર્ષે જાન્યુઆરીમાં લગ્નના તાંતણે બંધાયા હતા. તેઓ કપૂર પરિવાર સાથે આ વખતની દિવાળી ઉજવશે.
આપણ વાંચો: HAPPY DIWALI: કાશ્મીરથી લઈને દિલ્હીથી મુંબઈ સુધી, દેશમાં દિવાળીની ધૂમ ઉજવણી
પ્રતીક બબ્બર અને પ્રિયા બેનર્જીની ખુશીઓ

રાજ બબ્બર અને સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બરે આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા, ઉલ્લેખનીય છે કે આ લગ્ન ખૂબ ખાનગી રીતે કરવામાં આવ્યા હતા.જ્યાં પરિવારના લોકો પણ જોવા મળ્યા ન હતા. આ કપલ પણ લગ્ન પછી પહેલી વાર સાથે દિવાળીનો તહેવાર મનાવશે. તેમજ ટીવી અભિનેત્રી હિના ખાને 4 જૂનના રોજ રોકી જયસ્વાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તેઓ પણ આ વર્ષે પહેલી વાર દિવાળીની ખુશી મનાવી રહ્યા છે.
કલર્સની બાલિકા વધુની પહેલી દિવાળી

‘પતિ પત્ની ઔર પંગા’ શોના સેટ પર અવિકા ગૌરે તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે 30 સપ્ટેમ્બરેના લગ્ન કર્યા અને તેઓ લગ્ન પછીની પહેલી દિવાળી મનાવશે. જ્યારે બીજી બાજુ ‘બાલવીર’ શોમાંથી પ્રખ્યાત થયેલા દેવ જોશીએ 25 ફેબ્રુઆરીના રોજ નેપાળના લુમ્બિનીમાં ગર્લફ્રેન્ડ આર્તી ખરેલ સાથે લગ્ન કર્યા અને તેમની પણ આ પહેલી દિવાળી વિશેષ છે.



