મનોરંજન
વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી અભિનેત્રી…. વીડિયો વાયરલ

અભિનેત્રી રાધિકા મદને તેની વંદે ભારત ટ્રેનની સફરના વાયરલ વીડિયોથી તેના ચાહકોના દિલ ફરીથી જીતી લીધા છે. તે સુરતથી મુંબઈની મુસાફરી કરતી જોવા મળી હતી. તેના બોરીવલી સ્ટેશન પર પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયો છે. વીડિયોમાં રાધિકાએ ફેશનેબલ યલો આઉટફિટ અને ચિક સનગ્લાસ પહેર્યા છે.

રાધિકાએ વિશાલ ભારદ્વાજના ‘પટાખા’થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અને ‘અંગ્રેઝી મીડિયમ’ જેવી ફિલ્મોમાં સફળ રહી છે. હોમી અદાજાનિયા દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ ‘સાસ, બહુ ઔર ફ્લેમિંગો’માં તેની ભૂમિકા માટે લોકોએ તેને ઘણી વખાણી હતી.
આ પણ વાંચો : Sarfira Trailer : 12 વર્ષ પછી અક્ષય કુમાર-પરેશ રાવલ એકસાથે જોવા મળશે, ‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ
વર્કફ્રન્ટ પર રાધિકા અક્ષય કુમાર સાથે સફિરામાં જોવા મળશે જે 12મી જુલાઈએ રિલીઝ થવાની છે.