જ્યારે શ્રદ્ધા કપૂરના રૂમમાંથી ચોરાઇ કિંમતી વસ્તુ…..
તમે કશે બહારગામ ગયા હો અને તમારી પાસે કોઇ કિંમતી ચીજવસ્તુ હોય તો એને સાચવવાની જવાબદારી બહુ મોટી હોય છે કારણ કે કિંમતી વસ્તુ હંમેશા ચોરાઇ જવાનો કે ખોવાઇ જવાનો ભય રહેતો હોય છે. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે પણ આવો જ એક બનાવ બની ગયો હતો, જેની તેણે હાલમાં ચર્ચા કરી હતી. સ્ત્રી-2ના શૂટિંગ દરમિયાન એની કિંમતી વસ્તુની ચોરી થઇ ગઇ હતી. આપણે એ વિશે જાણીએ.
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 એ ત્રણ દિવસમાં જ રૂ. 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. અને વિવેચકોએ પણ તેને બે મોઢે વખાણી છે. આખા દેશમાં હાલમાં સ્ત્રી 2 ચર્ચામાં છે. ચંદેર ગામના લોકો સરકટેના આતંકથી પરેશાન છે, જેની સુરક્ષાની જવાબદારી સ્ત્રીએ ઉઠાવી છે. ચંદેરીના લોકોને સરકટેના આતંકથી બચાવવાવાળી શ્રદ્ધા કપૂર રિયલ લાઇફમાં પોતાની કિંમતી વસ્તુ બચાવી શકી નથી.
આ પણ વાંચો : શ્રદ્ધા કપૂર બંધાશે રાહુલ મોદીની સાથે લગ્નના બંધનમાં…!
હાલમાં જ શ્રદ્ધાએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં એણે જણાવ્યું છે કે જ્યારે એણે સ્ત્રી-2નું શૂટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલા જ દિવસે એના રૂમમાં ચોરી થઇ હતી. ચોરો એની કિંમતી ચીજ ઉઠાવી ગયા હતા. આ ચોર બીજા કોઇ નહીં, પણ વાંદરા હતા, જે ક્યાંકથી અચાનક તેની રૂમમાં ઘુસી આવ્યા હતા.
શૂટિંગના પહેલા જ દિવસે કેટલાક વાંદરાઓ શ્રદ્ધા કપૂરની રૂમમાં ભરાઇ ગયા અને તેની મનભાવતી ભાખરવડીનું પેકેટ ઉઠાવી ગયા હતા. શું થયું તે સમજે તે પહેલાં જ વાંદરાઓએ તેની ભાખરવાડીનું પેકેટ છીનવી લીધું હતું. શ્રદ્ધાએ એમ પણ જણાવ્યું હતું કે આ વાંદરાઓ પ્રોફેશનલ ચોર જેવા દેખાતા હતા, જેઓ ચૂપચાપ રૂમમાં ધૂસ્યા અને તેની નાસ્તાની બેગ ઉઠાવી ગયા હતા