મનોરંજન

Cannes 2024: 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે મોટી સફળતા, કન્નડ શોર્ટ ફિલ્મને લા સિનેફ પ્રાઈઝ

કાન્સ: ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાતો પ્રતિષ્ઠિત વાર્ષિક ફિલ્મ(Cannes film festival) ફેસ્ટીવલ હાલ ફિલ્મ અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાઈકની 16 મિનિટની ટૂંકી ફિક્શન ફિલ્મ Sunflowers Were the First Ones to Know ‘નું 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયું હતું. એવા અહેવાલો છે કે ભારત માટે એક મોટી સફળતા છે, આ ફિલ્મે કેન્સ લા સિનેફ કોમ્પિટિશન(La Cinef competition)માં પ્રથમ ઇનામ જીત્યું છે.

કન્નડ ભાષાની આ ફિલ્મની વાર્તા એક લોકકથા પર આધારિત છે. ફિલ્મમાં એક વૃદ્ધ મહિલાની મરઘીની ચોરીને કારણે તેનું ગામ કાયમ માટે અંધકારમાં ડૂબી જાય છે. આ ફિલ્મને એવોર્ડની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. જ્યુરીમાં કુલ પાંચ સભ્યો હતા અને બેલ્જિયમ અભિનેત્રી લુબના અજાબલે જ્યુરીની અધ્યક્ષતા કરી હતી.

ફિલ્મ ડાયરેક્ટર ચિદાનંદ એસ નાઈકેએ MBBSની ડિગ્રી પૂર્ણ કર્યા પછી થોડો સમય મેડિકલ પ્રેક્ટિસ કરી હતી ત્યાર બાદ તેઓ ફિલ્મ નિર્માણ તરફ વળ્યા હતા. નાઈકે કહ્યું, “જ્યારે મેં આ પગલું ભર્યું ત્યારે મારા માતા-પિતા મારાથી ખૂબ નારાજ હતા. પરંતુ હવે પાંચ વર્ષ પછી હું તેમના સમર્થનથી અહીં છું.”

ફિલ્મનું શૂટિંગ પૂણેમાં થયું હતું. નાઈકે બંજારા સાહિત્ય પરના તેમના સંશોધનમાંથી 12 મિનિટની ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી જે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. ફિલ્મનું નામ હતું ‘ભૂલ ચૂક ટૂલ્સ’.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો