મનોરંજન

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્ટર થયા ઓન, હવે આવા કપડાં નહીં પહેરી શકે સેલેબ્સ…

સબ ટાઈટલ: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે મુંબઈ સામચારની ડોક્યુમેન્ટરી

મેટ ગાલા 2025 બાદ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલની ગ્રાન્ડ શરૂઆત થવા જઈ રહી છે. આ ઈવેન્ટ 13મી મેથી 14મી મેની વચ્ચે યોજાશે, જેમાં ફિલ્મ અને ફેશનની દુનિયાના દિગ્ગજ કલાકારો હાજરી આપશે. મોટા મોટા સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડશે.

દર વર્ષે સેલિબ્રિટીઓ પોતાના લૂક્સ અને ફેશનથી લોકોને આશ્ચર્યચકિત કરે છે, પણ આ ઈવેન્ટ શરૂ થવા પહેલાં જ જરૂરી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આ વખતે નિયમોમાં અનેક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: મેટ ગાલામાં દેખાઈ શાહરૂખની બાદશાહત તો પ્રિન્સેસ બનીને પહોંચી ઈશા અંબાણી, આ સેલેબ્સે પણ જિત્યુ દિલ

કાન ફિલ્મ ફેસ્ટિવલના આયોજક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વખતે ન્યુડિટી અને ઓવરસાઈઝ્ડ આઉટફિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં આ વખતે એક્ટ્રેસ લાંબી ટેલવાળા ગાઉન કે આઉટફિટ નહીં પહેરી શકે.

કાન ફિલ્મ ફેસ્ટિવલના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર આ વખતનો ડ્રેસ કોડ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહેવાનો છે. જોકે, જે પણ નવા નિયમો લાગુ કરવામાં આવે છે એ તમામ ફ્રેન્ચ રુલ્સ અને ગરિમાને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા છે. આ નિયમો બનાવવાનો હેતુ ફેશનને કન્ટ્રોલ કરવાનો જરાય નથી. માત્ર ન્યુડિટી અને ભારે ભરખમ કપડાં લઈને રેડ કાર્પેટ પર ચાલતી વખતે મુશ્કેલીને ઓછી કરવાનો છે.

આપણ વાંચો: મેટ ગાલામાં છવાઈ મૂળ ગુજરાતી મોના પટેલ, વિદેશી સ્ટાર્સને પણ પાછળ છોડ્યા

લાંબી ટેલવાળા ડ્રેસને કારણે સેલેબ્સને ચાલવામાં, બેસવામાં અને ઉઠવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને કારણે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલની શરુઆત 13મી મેના ફ્રાન્સમાં સવારે 11 વાગ્યાથી થશે, જ્યારે ભારતમાં તે 2.30 કલાકે સ્ટ્રીમ થશે.

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય-બચ્ચન, જ્હાન્વી કપૂર, ઈશાન ખટ્ટર, શર્મિલા ટાગોર પણ હાજરી આપશે. ઐશ્વર્યા આ વખતે પણ પોતાની સુંદરતા અને ફેશનથી લોકોને ઘાયલ કરવા તૈયાર છે તો શર્મિલા ટાગોર પણ સત્યજિત રેની ક્લાસિકલ ફિલ્મ અરમ્યેર દિન રાત્રિના 4 કે રિસ્ટોર્ડજ વર્ઝનની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં ભાગ લેશે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે ‘ મુંબઈ સામચાર 200 નોટઆઉટ’નું સ્ક્રિનિંગ

‘મુંબઈ સમાચાર’ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ મુંબઈ સામચાર 200 નોટઆઉટ’ ડોક્યુમેન્ટરીનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ ભવ્ય ડોક્યુમેન્ટરીને 17/18મી મેના દર્શાવવામાં આવશે, જેનું ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે મુંબઈમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button