કેન્સરની બીમારીએ દીપિકા કક્કડને જીવનનો આ પાઠ ભણાવ્યોઃ દરેકે સમજવા જેવી છે આ વાત | મુંબઈ સમાચાર
મનોરંજન

કેન્સરની બીમારીએ દીપિકા કક્કડને જીવનનો આ પાઠ ભણાવ્યોઃ દરેકે સમજવા જેવી છે આ વાત

મુંબઈ: નાના પડદાની જાણીતી અદાકાર અને બીગ બોસ 12ની વીનર દીપિકા કક્કડને કેન્સર બીમારી થઈ હતી. આ સમાચાર બાદ તેમના ચાહકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. તેને ગયા મહિને લિવર કેન્સર સ્ટેજ 2ની સર્જરી કરાવી હતી. તેની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં 11 દિવસ ચાલી હતી. જે બાદ હવે તાજેતરમાં શોએબ ઈબ્રાહિમે વ્લોગ દરમિયાન દીપિકાની હેલ્થ અપડેટ આપી હતી. ચાહકોને સારા સમાચાર આપતા કહ્યું કે દીપિકા હવે ટ્યૂમર મુક્ત છે.

દીપિકા અને શોએબે જણાવ્યું કે રોબોટિક સર્જરી દ્વારા ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે. તેમણે ડોક્ટરો અને હોસ્પિટલની ટીમનો આભાર માન્યો. દીપિકાએ કહ્યું કે તેની સારવાર હજુ ચાલુ છે, પરંતુ રિકવરી ઝડપથી થઈ રહી છે. શોએબે વ્લોગમાં જણાવ્યું કે દીપિકાને ઘરે કંટાળો આવતો હોવાથી, ડોક્ટરની પરવાનગી લઈને તેમને બહાર લઈ ગયા. દીપિકાએ કહ્યું કે હજુ થોડું દર્દ અને ડર છે, પરંતુ આ અનુભવે આરોગ્યનું મહત્વ સમજાવ્યું.

શોએબે રોબોટિક સર્જરી વિશે વિગત આપી, જેમાં દીપિકાના સી-સેક્શન કટનો ઉપયોગ કરીને અંગો બહાર કાઢવામાં આવ્યા હતા. સર્જરી બાદ 5-6 મોટા ટાંકા લાગ્યા છે. આ ટેકનોલોજીના કારણે દીપિકાની રિકવરી ઝડપી થઈ. દીપિકાએ પોતે પણ રોબોટિક સર્જરીની સફળતાની પુષ્ટિ કરી.

દીપિકા અને શોએબ તેમના પુત્ર રૂહાન સાથે મૉલમાં ફરવા ગયા, જ્યાં તેમણે ક્વોલેટી ટાઈમ સ્પેન કરી રહ્યા છે. તેમણે શોએબની બહેન સબા માટે અને તેમના પુત્ર હૈદર માટે ગિફ્ટ ખરીદી. દીપિકાએ એર હોસ્ટેસ તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ‘સસુરાલ સિમર કા’થી ખ્યાતિ મેળવી. તેમની શોએબ સાથેની લવસ્ટોરી આ શોના સેટ પર શરૂ થઈ હતી.

આ પણ વાંચો…દીપિકા કક્કડની હેલ્થ અપડેટ આપી શોએબેઃ ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button