બોલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ બાબતને લઈને ઘણા સમયથી અફવાઓ ચાલી રહી હતી, પરંતુ આ વાતની પૃષ્ટી ખુદ ક્રિકેટરે કરી છે. હાલમાં નતાશા પણ તેના માતા-પિતાને ઘરે જતી રહી છે. અંબાણીને ત્યાં લગ્નમાં પણ હાર્દિક એકલો જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. જો કે હાર્દિક પંડયાએ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ નિર્ણય બંને માટે કેટલો મુશ્કેલ હતો.
પોસ્ટ શેર કરીને હાર્દિકે લખ્યું- ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.. અમે આ સંબંધને બચાવવા માટે અમારાથી બનતા પ્રયત્નો કર્યા અને બધું જ આપ્યું. પરંતુ હવે અમને લાગે છે કે અમારા બંને માટે આ યોગ્ય નિર્ણય છે.
એક્ટ્રેસ નતાશાએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે અને હાર્દિક અલગ થઈ રહ્યા છે. આ સાથે તેણે આ પોસ્ટનો કોમેન્ટ સેક્શન બંધ રાખ્યો છે. હકીકતે અભિનેત્રી હાર્દિક સાથેના છૂટાછેડાના સમાચારને લઈને લાંબા સમયથી ટ્રોલના નિશાના પર હતી, આવી સ્થિતિમાં, ટ્રોલિંગ અને ટિપ્પણીઓથી બચવા માટે, અભિનેત્રીએ પોસ્ટનો ટિપ્પણી વિભાગ બંધ રાખ્યો છે.
બુધવારે જ નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પહોંચી ચૂકી છે. તેના પુત્ર સાથે તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. સર્બિયા પહોંચીને અભિનેત્રીએ તેના ઘરની બાલ્કનીમાંથી તસવીરો પણ શેર કરી હતી. અગાઉ, અભિનેત્રીએ ઘણી પોસ્ટ દ્વારા તેના અને હાર્દિક વચ્ચેના સંબંધોમાં આવેલી ઓટને બતાવી હતી.
હાર્દિકે તેના પુત્ર અગસ્ત્યની સંભાળ કોણ લેશે. તેમણે લખ્યું- અમે નસીબદાર છીએ કે અમારા જીવનમાં અગસ્ત્ય છે, જે હંમેશા અમારા જીવનનો આધાર રહેશે. અમે બંને સાથે મળીને તેની સંભાળ રાખીશું. તેને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં તમારો ટેકો મળશે અને અમારી ગોપનીયતાને સમજો.
છૂટાછેડા અંગે હાર્દિક પંડ્યાની સાથે સાથે નતાશાએ પણ એ પોસ્ટ શેર કરી હતી. બંનેની પોસ્ટ જોત જોતામાં વાઇરલ થઈ હતી અને ચાહકોએ પણ દુઃખ વ્યકત કર્યું હતું.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન મે 2020માં થયા હતા. જોકે હાર્દિક અને નતાશાએ લોકડાઉન વખતે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ જુલાઈ 2020માં બંને એક દીકરાના માતા-પિતા બન્યા હતા. જેનું નામ અગસત્ય રાખવામાં આવ્યું છે. દીકરાના જન્મના ત્રણ વર્ષ બાદ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની વચ્ચે ફેબ્રુઆરી 2023માં હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજથી ધામધૂમથી લગ્ન કર્યા હતા. એ સોશિયલ મીડિયા પર બંને છવાઈ ગયા હતા.