Ranveer Singhનો ફોટો શેર કરીને આ કોણે લખ્યું I Love You Ranveer…

Anant Ambani- Radhika Merchantના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ બેશની જામનગર ખાતે ધામધૂમથી યોજાઈ રહ્યો છે. દેશ-દુનિયાથી લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર પહોંચી રહ્યા છે. અંબાણી પરિવારે તમામ લોકોને પોતાના લાડકવાયા અનંતના પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા આમંભત્રણ મોકલાવ્યું છે અને છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયા, વેબ પોર્ટલ્સ, અખબારો બસ અંબાણીઝના આ આલાગ્રાન્ડ ફંક્શન્સના સમાચાર, ફોટ અને વીડિયોથી ભરાઈ ગયા છે. આ બધા વચ્ચે એક્ટર રણવીર સિંહનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો ફેમસ સિંગર બી-પ્રાકે શેર કર્યો છે તેણે રણવીરના ભરપેટ વખાણ પણ કર્યા છે.

એ વાતમાં તો કોઈ જ શંકા નથી કે રણવીર સિંહ ઈન્ડસ્ટ્રીના મસ્તમૌલા સિતારોમાંથી એક છે અને બી પ્રાકને પણ રણવીરને મળીને ખૂબ જ સારું લાગ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર રણવીર સાથેનો ફોટો શેર કર્યો છે. બી પ્રાકે રણવીર સિંહ સાથેનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે લાસ્ટ નાઈટનો ફોટો… સરસ સ્ટાર, સારો માણસ, સારી વાઈબ્સ પરફેક્ટ પાર્ટી સ્ટાર્ટર રણવીર સિંહ આઈ લવ યુ… પ્રેમ અને સન્માન માટે ખૂબ ખૂબ આભાર…
બી પ્રાક અને રણવીર સિંહના આ ફોટોમાં બંને વચ્ચે કમાલનો બોન્ડ જોવા મળી રહ્યો છે. એક ફોટોમાં રણવીર સિંહે સિંગરને હગ કર્યો છે અને બીજા ફોટોમાં તે એને કિસ કરતો જોવા મળી રહ્યો છે. રણવીરને મળીને બી પ્રાક પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. જોત જોતામાં આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બી પ્રાક હાલમાં જ અલગ અલગ ઈવેન્ટ્સમાં પર્ફોર્મ કરી રહ્યા છે, ગીત રેકોર્ડ કરી રહ્યા છે. રણવીર સિંહ અને દીપિકા પદૂકોણ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનથી ધૂમ મચાવવા તૈયાર છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મ અજય દેવગણ, અક્ષય કુમાર, અર્જુન કપૂર, કરીના કપૂર-ખાન, ટાઈગર શ્રોફ અને અન્ય કલાકારો પણ જોવા મળશે.