Ikkis ફિલ્મનું વીકેન્ડમાં કલેક્શન વધશે? જાણો અત્યારસુધી કરી કેટલી કમાણી

સેનાના જવાનોની ફિલ્મને કેમ મળે છે નબળો પ્રતિસાદ?
મુંબઈ: દિવંગત પીઠ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ (Ikkis) ગત શુક્રવારે થિએટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના તે વીર નાયક, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, જેમણે માત્ર 21 વર્ષની વયે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, જેની બહાદુરી ભરેલી ગાથા ડિરેક્ટર શ્રીરામ રાઘવને આ ફિલ્મ બનાવી છે.
ભારતીય સિનેમામાં જ્યારે પણ યુદ્ધ અને દેશભક્તિની વાત આવે છે, ત્યારે પ્રેક્ષકોના દિલમાં એક અલગ જ જોશ જોવા મળે છે. પરંતુ આ ફિલ્મને લઈને દર્શકોમાં જોશ જોવા મળ્યો હોય એવું લાગતું નથી.

Ikkis ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું?
ફિલ્મી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી ‘ઈક્કીસ’ ફિલ્મે પહેલા દિવસે રૂ. 7 કરોડ અને બીજા દિવસે રૂ. 3.5 કરોડની કમાણી કરી હતી. શનિવારે આ ફિલ્મની કમાણી 4.6 કરોડ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આમ, ત્રણ દિવસમાં ‘ઈક્કીસ’ ફિલ્મે રૂ. 15.16 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે.
એક રીતે જોવા જઈએ તો ઘણી ફિલ્મો પહેલા જ દિવસે 10 કરોડથી વધુની કલેક્શન કરીને 15 કરોડની નજીક પહોંચી જતી હોય છે. પરંતુ ‘ઈક્કીસ’ ફિલ્મનું આ કલેક્શન દર્શકોનો નબળો પ્રતિસાદ દર્શાવી રહ્યું છે.

ફરહાન અખ્તર અને રાશિ ખન્ના સ્ટારર ભારત-ચીનની યુદ્ધગાથા પર આધારિત ‘120 બહાદુર’ ફિલ્મને પણ બોક્સ ઓફિસ પર નબળો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 2.25 કરોડ, બીજા દિવસે રૂ. 3.85 કરોડ, ત્રીજા દિવસે રૂ. 4 કરોડ અને પાંચમાં દિવસે રૂ. 1.4 કરોડની કમાણી કરી હતી. આમ,‘120 બહાદુર’ ફિલ્મે પાંચ દિવસમાં ફક્ત રૂ. 11.92 કરોડની કમાણી કરી હતી.
“બોર્ડર 2” ફિલ્મનું શું થશે?
ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે “બોર્ડર 2” ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે. જે 1997માં રિલીઝ થયેલી “બોર્ડર” ફિલ્મની સિક્વલ છે. જેમાં સન્ની દેઓલ, દિલજીત દોસાંઝે, વરુણ ધવન અને અહાન શેટ્ટી સહિતના અભિનેતાઓએ કામ કર્યું છે. હવે આ ફિલ્મને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે? એ જોવું રહ્યું.



