સિતારે ઝમીન પરની કમાણી પણ જમીન પર આવી ગઈઃ મન્ડે કલેક્શન નિરાશાજનક | મુંબઈ સમાચાર
મનોરંજન

સિતારે ઝમીન પરની કમાણી પણ જમીન પર આવી ગઈઃ મન્ડે કલેક્શન નિરાશાજનક

આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર Sitare Zameen par દરેક રીતે વખાણાઈ છે. ફિલ્મની વાર્તા, પર્ફોમેન્સ, ફિલ્મનો મેસેજ ઘણાને ખૂબ જ ગમ્યો છે અને સાથે ફિલ્મ એન્ટરટેઈનિંગ પણ છે, છતાં ચોથા દિવસે એટલે કે મન્ડે ટેસ્ટમાં ફેલ ગઈ છે. હીટ ફિલ્મો વિક ડેઝમાં પણ એવરેજ કલેક્શન કરી લે છે. આમિરે ફિલ્મે સોમવારે એટલે કે ચોથા દિવસે 8.50 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું ઑપનિંગ કલેક્શન પણ 10.7 કરોડ હતું જે ઓછું જ કહેવાય, પણ શનિ અને રવિવારે ફિલ્મે 20 અને 27 કરોડનું કલેક્શન કરતા સોમવારે 10 કરોડનો ફિગર પાર કરી લેશે તેમ માનવામાં આવતું હતું, પણ તેમ બન્યું નથી.

ફિલ્મનું બજેટ 90 કરોડ રૂપિયા માનવામાં આવે છે, ત્યારે ચાર દિવસમાં ફિલ્મે 66 કરોડનું કલેક્શન કર્યું છે. આવતા વિકે એન્ડમાં ફિલ્મ 90 કરોડ સુધી પહોંચે તો માત્ર બજેટની રકમ પાછી મળે, કમાણી કરવા માટે તો ફિલ્મે વધુ એકાદ વિકની રાહ જોવી પડે.

આમિરની ફિલ્મની સાથે રિલિઝ થયેલી કુબેરા Kuberaa પણ વખાણાઈ હતી, પરંતુ તેણે પણ અત્યાર સુધીમાં 55 કરોડ આસપાસની કમાણી કરી છે. આ બધામાં વરસાદી માહોલ પણ જવાબદાર છે. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ હોવાથી શહેરોમાં લોકો થિયેટરોમાં જવાનું પસંદ ઓછું કરે છે.

આ સાથે બાળકોનું વેકેશન ખુલી જતા હવે માત્ર રજાઓના દિવસે જ ફિલ્મ જોવા લોકો આવે તેવી સંભાવના પણ છે. આમિરની ફિલ્મ બાળકોને પણ ગમી ગઈ હોવાથી આવતા શનિ-રવિ ફરી સારું કલેક્શન કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો…સિતારે જમીન પર ફિલ્મે પહેલા વીકેન્ડમાં 5 ફિલ્મોને પછાડી! 3 દિવસમાં અડધાથી વધારે બજેટ વસૂલ કર્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button