મનોરંજન

Box office collection: સિકંદરે પહેલા દિવસ કરી આટલી કમાણી, મોહનલાલની ફિલ્મ કરતા પાછળ

રવિવારે થિયેટરમાં સલમાન ખાનની ફિલ્મ સિકંદર રિલિઝ થઈ છે. ઈદની રજાઓને ધ્યાનમાં રાખી ફિલ્મ રવિવારે રિલિઝ કરવામા આવી છે. ગજની ફેઈમ મુરુગદાસ અને સલમાન ખાનની ડિરેક્ટર એકટર તરીકેની પહેલી ફિલ્મને આમ તો નેગેટિવ રિવ્યુ મળ્યા છે, પરંતુ સલમાન ખાનની ફેન ફોલોઈંગ અને રજાઓ જોતા ફિલ્મ સારો બિઝનેસ કરશે તેમ માનવામાં આવે છે.
ફિલ્મે એડવાન્સ બુકિંગમાં સારી કમાણી કર્યા બાદ પહેલે દિવસે રૂ. 26 કરોડની કમાણી કરી હતી.


સલમાનની ફિલ્મ પાસેથી અપેક્ષા હોય તેના કરતા ઓછી છે, પરંતુ ત્રણેક દિવસમાં ફિલ્મ 100 કરોડ એકઠા કરશે તેવી નિર્માતાઓને આશા છે. જોકે ફિલ્મ સલમાનના પેન્સને પણ નિરાશ કરી રહી છે, આથી આવતા અઠવાડિયાથી તે કેટલું કલેક્શન કરી શકે છે તે જોવાનું રહ્યું. ફિલ્મનું બજેટ રૂ. 200 કરોડ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: Sikandar Movie review: રજાઓમાં થિયેટરોમાં જવા કરતા ઘરે બેસી આઈપીએલ જૂઓ


બીજી બાજુ વિવાદોમાં આવેલી મલિયાલમ ફિલ્મ એલ-2 અપ્પુરાન ત્રણ દિવસમાં સો કરોડનો આંકડો પાર કરી ગઈ છે. મોહનલાલની ફિલ્મ અમુક સિન્સને લીધે રાજકીય વિવાદોમાં સપડાઈ હતી. સુકુમારનની આ ફિલ્મે વર્લ્ડવાઈડ 138 કરોડ કલેક્ટ કર્યા છે.

આ પણ વાંચો: Sikandar first show: સલમાન ખાનની એન્ટ્રીમાં સિટીઓથી ગૂંજી ઉઠ્યા થિયેટર્સ

10મી એપ્રિલે સન્ની દેઓલની જાટ ફિલ્મ રિલિઝ થશે, તે પહેલા સલમાન ખાનની સિકંદર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહ્યું. ફિલ્મમાં રશ્મિકા મંદાના, સત્રાજ, સરમાન જોશી, પ્રતીક બબ્બર પણ છે. ફિલ્મની સ્ક્રીપ્ટ ઘણી જ નબળી હોવાથી સલમાનની આ એક્શન-ઈમોશનવાળી ફિલ્મની ટીકા થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button