માલિક ફિલ્મ બોક્સ ઓફિસ પર મળ્યો નબળો પ્રતિસાદ, જાણો કેટલુ કલેક્શન કર્યું | મુંબઈ સમાચાર
મનોરંજન

માલિક ફિલ્મ બોક્સ ઓફિસ પર મળ્યો નબળો પ્રતિસાદ, જાણો કેટલુ કલેક્શન કર્યું

મુંબઈ: રાજકુમાર રાવની રાજનીતિક થ્રિલર ફિલ્મ માલિક 11 જુલાઈના શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ મેકર્સને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની આશા હતી. પરંતુ ચાહકોના નબળા પ્રતિસાદને કારણે ફિલ્મ અપેક્ષિત સફળતા મેળવી શકી નહીં. જો કે રાજકુમાર રાવની અગાઉની ફિલ્મ ભૂલ ચૂક માફ એ દર્શકોનું દિલ પર રાજ કર્યુ હતું. પરંતુ ગેંગસ્ટર ડ્રામા ‘માલિક’ને દર્શકોનો ઠંડો પ્રતિસાદ મળ્યો છે.

‘માલિક’નું બોક્સ ઓફિસ કલેક્શન

આ હિન્દી એક્શન થ્રિલરને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો. ઓપનિંગ વીકએન્ડમાં ફિલ્મે સામાન્ય શરૂઆત કરી હતી, જેમાં પહેલા દિવસે 4.02 કરોડનું કલેક્શન કર્યુ હતું. જ્યારે શનિવારે 5.45 કરોડ અને રવિવારે 5.55 કરોડની કમાણી કરી. ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 15.02 કરોડનું કલેક્શન કર્યુ હતું. જોકે, ચોથા દિવસે (સોમવાર) 66.67%ની ઘટાડા સાથે માત્ર 1.75 કરોડનું કલેક્શન થયું. અને પાંચમા દિવસે (મંગળવાર) 1.81 કરોડની કમાણી થઈ, જેનાથી કુલ કલેક્શન 17.81 કરોડ સુધી જ પહોંચી શકી છે.

જોકે દર્શકોના નબળા પ્રતિસાદ બાદ પણ ‘માલિક’ કેટલીક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. પાંચ દિવસમાં 17.81 કરોડની કમાણી સાથે તેણે કંગના રનૌતની ‘ઈમરજન્સી’ (16.49 કરોડ) અને સોનૂ સૂદની ‘ફતેહ’ (16.25 કરોડ)ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું. હવે ફિલ્મનું લક્ષ્ય જોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’ના 19.45 કરોડના રેકોર્ડને તોડવાનું છે, જે એક-બે દિવસમાં શક્ય લાગે છે. જો કે આ ફિલ્મને આમિર ખાનની સિતાર જમીન પર સાથે પહોંચતા ઘણો સમય લાગશે. સિતારે જમીને 14 જુલાઈ સુધી લગભગ 157 કરોડ આસપાસનું કલેક્શન કર્યુ છે.

સિતારે જમીન પરનું પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે સિતારે જમીન પર 20 જૂનના રિલીઝ થઈ હતી. જ્યારે ધીરે ધીમે સિતારે જમીને દર્શકોનું દિલ જીત્યું હતુ. ફિલ્મે પહેલા દિવસે 11 કરોડ અને બીજા દિવસે 34.6 કરોડની કમાણી કરી હતી, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. ચોથા સપ્તાહમાં 180%નો વધારો જોવા મળ્યો, જે દર્શાવે છે કે ફિલ્મે દર્શકોનો પ્રેમ મેળવ્યો.

માલિક ફિલ્મ 30 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. જેનું દિગ્દર્શન પુલિકતે કર્યુ છે. આ મુવી જ્યોત્સના નાથ અને પુલકિત દ્વારા લખવામાં આવી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત પ્રોસેનજીત ચટરજી, માનુષી છિલ્લર અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. નિર્માણ કુમાર તૌરાણી (ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ) અને જય શેવકરમણી (નોર્થર્ન લાઇટ્સ ફિલ્મ્સ) દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…‘માલિક’ ફિલ્મની કમાણીએ હોલીવૂડની ‘સુપરમેન’ને ટક્કર આપી: બે દિવસમાં કરી 9.14 કરોડની કમાણી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button