Bony Kapoorએ જણાવ્યું Srideviના મૃત્યુનું કારણ, સમજાવી સમજાવીને થાકી ગયા હતા, પણ…
Hindi Film Indstry’s Famous Actress Srideviના નિધનને છ વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં આજે પણ એમના મૃત્યુના કારણનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24મી ફેબ્રુઆરી, 2018ના બાથટબમાં ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે, ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો માટે પચાવવાનું થોડું અઘરું જ હતું. પરંતુ હવે Srideviની પુણ્યતિથિના થોડાક સમય પહેલાં પતિ બોની કપૂરે તેના મૃત્યુ સાથે સંકળાયેલું એક સિક્રેટ જણાવ્યું હતું અને કદાચ એ સિક્રેટ જ શ્રીદેવીના નિધનનું કારણ હશે, એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
વાત જાણે એમ છે કે ઓક્ટોબર મહિનામાં જ બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં આ બાબતે વાત કરી હતી. બોની કપૂરે જણાવ્યું હતું કે શ્રીદેવીને બ્લેકઆઉટ થવાની સમસ્યા હતા અને આ સમસ્યાનું કારણ ખુદ શ્રીદેવીની એક હેબિટ હતી. બોની કપૂર અને ડોક્ટરે ખુદ ઘણી વખત શ્રીદેવીને એ આદતને બદલવા સમજાવી હતી, પણ શ્રીદેવીએ કોઈની વાત નહીં માની. તમને જાણીને નવાઈ લાગશે કે અનેક વર્ષોથી શ્રીદેવીએ મીઠું (Salt) ખાધું જ નહોતું. સ્ક્રીન પર હંમેશા શેપમાં દેખાવવા માટે શ્રીદેવીએ અનેક વર્ષોથી મીઠું ખાવાનું છોડી દીધું હતું.
આવો જોઈએ શું છે આ બ્લેકઆઉટની સમસ્યા અને મીઠા સાથે તેનો શું સંબંધ છે એ- મીઠું ખાવાને કારણે ચહેલો સૂજી ગયેલો લાગે છે કારણ કે શરીરમાં મીઠાનું પાણી થઈ જાય છે. બોની કપૂરે જણાવ્યું હતું કે પોતાની સાથે આવું ના થાય અને ફિગર મેઈન્ટેન રહે એટલે અનેક વર્ષોથી શ્રીદેવીએ મીઠું ખાવાનું બંધ કરી દીધું હતું. જેને કારણે તેને લો બ્લ્ડ પ્રેશર અને બ્લેકઆઉટ થવાની ગંભીર સમસ્યા હતી. આ પહેલાં પણ અનેક વખત શ્રીદેવી બેભાન થઈ ગઈ હતી.
બ્લેકઆઉટ શું એના વિશે વાત કરીએ તો આ બીમારીમાં એવું થાય છે કે દર્દી બેભાન થઈ જાય છે. આલ્કોહોલ કે ડ્રગ્સના સેવનથી પણ બ્લેકઆઉટ થઈ શકે છે અને એને કારણે મેમરી લોસ પણ થાય છે. બ્લેકઆઉટ થવાના લક્ષણો વિશે વાત કરીએ તો જમીન પર ફસડાઈ પડવું, આંખે અંધારા આવવા, ગભરામણ થવી, સ્ટ્રેસ થવો, પરસેવો થવો વગેરે વગેરે તેના લક્ષણો છે.
શ્રીદેવીની વાત કરીએ તો શ્રીદેવીના ડાયેટમાં મીઠા વિનાનું સૂપ અને ખોરાકનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે અનેક વખત ક્રેશ ડાયેટની મદદ પણ લીધી હતી. ડોક્ટરે પણ તેને અનેક વખત સમજાવ્યું હતું કે સેલડ પર થોડું મીઠું ભભરાવીને ખાવું જોઈએ પણ શ્રીદેવીએ કોઈની વાત ના સાંભળી.
વધુ મીઠું ખાવાના જેટલા સાઈડ ઈફેક્ટ છે એટલા જ સાઈડ ઈફેક્ટ મીઠું ના ખાવાના પણ છે. એક રિપોર્ટ અનુસાર મીઠામાં સોડિયમ હોય છે જે બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ આવશ્યક હોય છે. લોહીમાં સોડિયમની ઉપણને કારણે સ્નાયુઓ નબળા પડે છે, અશક્તિ અનુભવાય છે, ઉલટી-ચક્કર આવવા અને બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ સતાવી શકે છે. અમુક કિસ્સામાં તો દર્દીનું મૃત્યુ, શોકમાં સરી પડવું કે કોમામાં જતા રહેવાની ઘટનાઓ પણ બની છે.