મનોરંજન

Happy Birthday: પતિ બોની કપૂરની ટેવ છોડાવવા શ્રીદેવીએ પોતાનો જીવ ખતરામાં મૂક્યો પણ

આજે બોલીવૂડને ઘણી સુપરહીટ ફિલ્મો આપનારા નિર્માતા બોની કપૂરનો 69મો જન્મદિવસ છે. કર્મશિયલ ફિલ્મો આપી કરોડો કમાયેલા બોની કપૂરની હીટ ફિલ્મોમાં મિ. ઈન્ડિયા, જુદાઈ, વૉન્ટેડ, સત્યા, પુકાર, રણ જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તે સમયની સૌથી મોંઘી ફિલ્મ રૂપ કી રાની ચોરો કા રાજા મોસ્ટ ફલોપ ફિલ્મના પ્રોડ્યુસર પણ બોની કપૂર જ રહ્યા છે.

નિર્માતા હોવા છતાં બોની કપૂર લાઈમલાઈટમાં રહે છે તેનું મુખ્ય કારણ તેમની પર્સનલ લાઈફ છે. બે સંતાનના પિતા હોવા છતાં મિ. ઈન્ડિયાના સેટ પર અભિનેત્રી શ્રીદેવીના પ્રેમમાં પડેલા બોની કપૂરે શ્રીદેવી સાથે 1996માં લગ્ન કર્યા હતા. બન્નેની બે પુત્રી જ્હાનવી કપૂર અને ખુશી કપૂર હાલમાં હિન્દી ફિલ્મોમાં પોતાનું નામ બનાવવા સંઘર્ષ કરી રહી છે. પહેલા લગ્નથી થયેલા બે સંતાન અંશુલા અને અર્જુન કપૂર પણ ફિલ્મજગત સાથે જોડાયેલા છે.

જોકે વાત આપણે શ્રીદેવી અને બોની કપૂરની કરવાની છે. બોની કપૂરે પોતે જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શ્રીદેવીએ પતિની સિગારેટ પીવાની આદત છોડાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેની હયાતીમાં તો તે છોડી ન શકયા, પણ હવે તેની યાદમાં છોડી દીધી છે.

બોની કપૂરની આ આદત છોડાવવાના તમામ અખતરા નકામા સાબિત થયા ત્યારબાદ શ્રીદેવીએ એક જોખમી પ્રયોગ કર્યો. શ્રીદેવી ત્યારે થોડી બીમાર હતી અને નબળી પડી ગઈ હતી. આથી ડોક્ટરોએ તેને નૉન-વેજ ખાવાની સલાહ આપી હતી. પતિની આદત છોડાવવા શ્રીદેવીએ માત્ર વેજ ફૂડ ખાવાનું શરૂ કર્યુ. બોની કપૂરના મનાવવા છતાં પણ તે ન માની. જોકે લાગી લત છૂટે નહીં તેમ બોની કપૂરે ઓછી કરી પણ સિગારેટ છોડી શક્યા નહીં.

Also Read – ભારતને so-called આઝાદી મળી છે! વિક્રાંત મેસીએ આવું કેમ કહ્યું

શ્રીદેવીનું મૃત્યુ ખૂબ જ અચાનક, શંકાસ્પદ રીતે થયું અને ત્યારબાદ હજુ સુધી ઘણી અફવાઓ ચાલી રહી છે.
બીજી બાજુ બોની અને બનને દીકરીઓ માતાને યાદ કરી જીવનમાં આગળ વધી રહ્યા છે. ખુશીએ પપ્પાના બર્થ ડે પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને વિશ કર્યુ છે અને તેમને coolest Kapoor કહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button