મનોરંજન

Happy Birthday: શ્રીદેવીના જન્મદિવસ પર બોની કપૂર થયા ઈમોશનલ, દીકરીઓએ આ રીતે યાદ કરી મૉમને

બોલીવૂડની પહેલી લેડી સુપરસ્ટાર શ્રીદેવીનો આજે 61મો જન્મ દિવસ છે. અચાનક વિદાય લઈ ચૂકેલી આ સ્ટારને બોલીવૂડ કે ફેન્સ ભૂલ્યા નથી તો પરિવાર માટે તો આ ખૂબ જ ભાવૂક કરનારી ઘડી છે.

પતિ બોની કપૂર અને દીકરીઓ જ્હાનવી અને ખુશીએ શ્રીદેવીને યાદ કરી સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ અને ફોટો શેર કર્યા છે.

બોની કપૂરે શ્રીદેવીનો ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કર્યો છે. ભારતીય પરંપરાગત લૂક હોય કે અલ્ટ્રા મોર્ડન શ્રીદેવી હંમેશાં આકર્ષક અને જાજરમાન જ દેખાતી હતી. બોની કપૂરે ફોટો પોસ્ટ કરી લખ્યું છે…હેપ્પી બર્થ ડે મેરી જાન. તેમની પોસ્ટ બાદ ફિલ્મજગતના ઘણા લોકોએ રિએક્ટ કરી હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યા છે તો ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા છે અને તેમને યાદ કરે છે.

બીજી બાજુ દીકરી ખુશીએ પણ મમ્મીને યાદ કરી છે. તેણે શ્રીદેવી સાથે પોતાનો અને જ્હાનવીનો બાળપણનો ફોટો શેર કર્યો છે.

આ પણ વાંચો: શ્રીદેવીના મૃત્યુ બાદ ક્યારેય નથી રડી ખુશી કપૂર, બહેન જહાન્વીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

જ્હાનવીએ અગાઉ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં એકવાર મારી મમ્મીને પૂછયું હતું કે તું ડોક્ટર, સૌનિક નથી છતાં કેમ લોકો તમે આટલું પસંદ કરે છે. ત્યારે શ્રીદેવીએ કહ્યું હતું કે હું મારા પાત્રો દ્વારા તેમને એવો અનુભવ કરાવું છું કે હું તેમને સમજુ છુ. આ સાથે હું તેમને હસાવું છું, નચાવું છું. જીવનનો એક અલગ જ અનુભવ કરાવું છું. જ્હાવીએ જણાવ્યું કે ત્યારે મને સમજાયું કે એક કલાકારનું લોકો સાથેનું કનેક્શન હોવું જરૂરી છે.

આ પણ વાંચો: Sadma: 41 વર્ષ પહેલાની આ ક્લાસિક ફિલ્મનો અંત જોઈ જહ્નાવી કપૂરે મમ્મી શ્રીદેવી સાથે વાત ન હતી કરી

13 ઑગસ્ટ, 1963માં જન્મેલી શ્રીદેવીએ ઘણી નાની ઉંમરથી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. હિન્દી ફિલ્મજગતની પહેલી સુપરસ્ટાર શ્રીદેવી લગભગ એકમાત્ર હીરોઈન હશે જેણે ખુદા ગવાહમા અમિતાભ બચ્ચન હોવા છતાં ડબલરોલ કર્યો હતો. 2018માં દુબઈ ખાતે બાથટબમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ તે સમયે ઘણા વિવાદો જગાવ્યા હતા અને હાલમાં પણ તેનાં મોત મામલે શંકાઓ સેવાતી હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button