બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ (Emergency film)માં કથિત રીતે શીખ સમુદાયના વાંધાજનક નિરૂપણને કારણે ઉભા થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)એ ફિલ્મને સર્ટીફીકેટ આપવાની મનાઈ ફરમાવી હતી અને મેકર્સને મોટા કટ્સ સૂચવ્યા હતા. આ ફિલ્મના નિર્માતાઓ બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી હતી, બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને કોઈ રાહત આપી ન હતી.
High court has blasted censor for illegally withholding the cirtificate of #emergency https://t.co/KedtrQlvrU
— Kangana Ranaut (@KanganaTeam) September 4, 2024
બોમ્બે હાઇ કોર્ટના જસ્ટિસ બી.પી. કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચે કહ્યું કે તેઓ કોઈ નિર્દેશ આપી શકે નહીં, કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પહેલાથી જ સેન્સર બોર્ડને ફિલ્મને પ્રમાણિત કરતા પહેલા તેના વાંધાઓ પર વિચાર કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી વિવાદમાં સપડાઈ, આ રાજ્યમાં થઇ શકે છે બેન…
બેન્ચે કહ્યું કે “મધ્ય પ્રદેશ હાઈકોર્ટે CBFCને એક નિર્દેશ આપ્યો છે. જો અમે આજે કોઈ રાહત આપીએ તો તે તે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશનું સીધું ઉલ્લંઘન હશે. જો અમે આજે કોઈ આદેશ આપીશું તો અમે CBFC ને બીજી હાઈ કોર્ટના આદેશનો ભંગ કરવાનું કહેવા જેવું થશે. અમે એવું ના કરી શકીએ.”
બોમ્બે હાઈકોર્ટે વધુમાં સેન્સર બોર્ડને ફિલ્મ સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર વિચાર કરવા અને પછી 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા જણવ્યું છે.
આ પણ વાંચો: Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…
કોર્ટે કહ્યું કે “અમે જાણીએ છીએ કે પડદા પાછળ કંઈક થઇ રહ્યું છે. અમે તેના પર ટિપ્પણી કરવા માંગતા નથી. CBFC વાંધાઓ પર વિચાર કરશે અને 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેશે.”
બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે થશે.
કોર્ટેના આવલોકન બાદ કંગના રનૌતે x પર લખ્યું કે ઇમરજન્સીના પ્રમાણપત્રને ગેરકાયદેસર રીતે અટકાવવા બદલ હાઇકોર્ટે સેન્સરને ફટકાર લગાવી છે.