‘Emergency’ની રિલીઝ માટે કંગનાએ વધુ રાહ જોવી પડશે! બોમ્બે હાઇ કોર્ટે CBFCને આપી આ ડેડલાઈન

મુંબઈ: વિવાદોમાં ઘેરાયેલી કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ (Emergency Film release) માં વધુ મોડું થઇ શકે છે. બોમ્બે હાઈ કોર્ટે (Bombay Highcourt) આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફિલ્મ પર 25 સપ્ટેમ્બર,બુધવાર સુધીમાં નિર્ણય લેવા આદેશ કયો છે. હાઈકોર્ટ ફિલ્મના કો-પ્રોડ્યુસર ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં સેન્સર સર્ટિફિકેટ આપવાની માંગ કરવામાં આવી હતી જેથી ફિલ્મ સ્ક્રીન પર આવી શકે.
જસ્ટિસ બર્ગેસ કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેન્ચે ઝી સ્ટુડિયો દ્વારા ફિલ્મની રિલીઝ માટે સર્ટીફીકેટ મેળવવાની અરજી પર સુનાવણી કરી હતી.
| Also Read: Emergency ફિલ્મની રિલીઝ મોકૂફ, આ કારણે સેન્સર બોર્ડે વધુ કટ્સની માંગ કરી
કંગના રનૌત, અનુપમ ખેર અને શ્રેયસ તલપડે અભિનીત આ ફિલ્મ 1975માં ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી પર આધારિત છે. શીખ સંગઠનોએ આરોપ લગાવ્યા બાદ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આરોપ છે કે ફિલ્મમાં શીખ સમુદાય અને સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું છે કે ફિલ્મમાં “કેટલીક સંવેદનશીલ સામગ્રી” છે.
કોર્ટે અગાઉ 4 સપ્ટેમ્બરે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં CBFC જબલપુર શીખ સંગત દ્વારા ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લેવા અને તેને રિલીઝ કરવી કે નહીં તે અંગે 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
આજે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે “આજે, અમને જાણ કરવામાં આવી છે કે નિર્ણય લેવામાં આવ્યો નથી કારણ કે આ મામલો CBFCની રિવાઇઝિંગ કમિટીને મોકલવામાં આવ્યો છે. જણાવેલ તારીખ સુધીમાં નિર્ણય લેવામાં આવે. તમે નિર્ણય લો. એવું હોય તો દ્રઢતાથી કહો કે ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. અમે CBFCના સ્ટેન્ડની પ્રશંસા કરીશું.”
| Also Read: કંગનાની ફિલ્મ ‘Emergency’ રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા જ ટળી!
ઈમરજન્સી ફિલ્મ શરૂઆતમાં 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, શીખ જૂથો અને સંગઠનોએ ઐતિહાસિક તાથ્યો સાથે ચેડા અને શીખોના ચિત્રણ પર વિરોધ ઉઠાવ્યા પછી ફિલ્મ વિવાદમાં સપડાઈ છે.